SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] મન:પર્યાયમાં દર્શન ન હોય. [૩૪૧ હોય ? ગૌતમ ! તે જ્ઞાની હોય, અજ્ઞાની ન હોય. (તમાં) કેટલાક ત્રણ જ્ઞાનવાળા હોય અને કેટલાક ચાર જ્ઞાનવાળા હોય. જે ત્રણ જ્ઞાનવાળા હોય, તે મતિ-શ્રુત અને મન:પર્યાયજ્ઞાનવાળા હોય, અને જે ચાર જ્ઞાનવાળા હોય તે મતિ-શ્રુત-અવધિ-ને મન:પર્યાયજ્ઞાનાળા હોય.” આ પ્રમાણે મન:પર્યાયજ્ઞાનવાળાને અવધિજ્ઞાન-દર્શનનો નિયમ નથી, તેથી તે “અવધિદર્શનથી જુએ છે” એમ કેમ કહી શકાય ? પ્રશ્ન :- જો એમ માનવું અયુક્ત હોય, તો જેમ અવધિજ્ઞાનનું દર્શન છે, તેમ મન:પર્યાયનું પણ દર્શન માનીને “મન:પર્યાયદર્શનવડે મન:પર્યાયજ્ઞાની જુએ છે,” એમ માનીએ તો શો દોષ છે ? ઉત્તર - ચક્ષુ આદિ ચાર પ્રકારના દર્શન સિવાય પાંચમું મન:પર્યાયદર્શન સિદ્ધાંતમાં કહ્યું નથી, કે જેથી મન:પર્યાયજ્ઞાની જુએ છે એમ કહી શકાય. આગમમાં કહ્યું છે કે – “હે ભગવન્! કેટલા પ્રકારનાં દર્શન કહ્યાં છે. ગૌતમ! ચાર પ્રકારનાં દર્શન કહ્યાં છે. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન.” આ રીતે મન:પર્યાયદર્શનનો અભાવ હોવાથી મનઃપર્યાયજ્ઞાની મન:પર્યાયદર્શનથી જાએ છે એમ કહી શકાય નહિ. ૮૧૭. હવે બીજો અભિપ્રાય જણાવીને કહે છે. अहवा मणपज्जवदंसणस्स मयमोहिदंसणं सण्णा । विभंगदंसणस्स व, नणु भणियमिदं सुयाईयं ॥८१८॥ અથવા વિભંગદર્શનની પેઠે અવધિદર્શન મન:પર્યવદર્શનની સંજ્ઞા (નામ) વાળું માન્યું હશે. ના, એમ કહેવું તે શ્રુતથી વિરૂદ્ધ છે. ૮૧૮. અથવા જો કોઈ એમ માને કે જેમ વિભંગદર્શન એ અવધિદર્શન જ કહેવાય છે, તેમ મન:પર્યવદર્શન પણ અવધિદર્શનજ છે. અર્થાત્ અવધિદર્શન એ મન:પર્યાયદર્શનનું બીજાં નામ હશે. એટલે કે જેમ ચક્ષુ આદિ ચાર દર્શન સિવાય પાંચમું વિભંગદર્શન નથી કહ્યું, પરંતુ અવધિદર્શનમાંજ તેનો સમાવેશ કર્યો છે, તેમ મન:પર્યવદર્શન પણ અવધિદર્શનમાં અંતર્ભત થશે, અને તેથી મન:પર્યવજ્ઞાની મન:પર્યવદર્શનથી જુએ છે, એમ કહી શકાશે. આચાર્યશ્રી કહે છે કે એ અભિપ્રાય આગમથી વિરૂદ્ધ છે. ૮૧૮. जेण मणोनाणविओ दो तिण्णि व दंसणाई भणियाई । जइ ओहिदंसणं होज्ज, होज्ज नियमेण तो तिण्णि ॥८१९॥ કારણ કે - મન:પર્યવજ્ઞાનીને બે અથવા ત્રણ દર્શનો કહ્યાં છે, જો તેમને અવધિદર્શન હોય તો અવશ્ય ત્રણ દર્શન જ હોય. ૮૧૯. - શ્રીભગવતીસૂત્રમાં આશીવિષઉદેશે મન:પર્યાયજ્ઞાનના સંબંધમાં ચક્ષુ-અચક્ષુદર્શન અથવા ચક્ષુઅચક્ષુ-અને અવધિદર્શન એમ બે અથવા ત્રણ દર્શન કહ્યાં છે, તેમાં જે મતિ, શ્રુત, અને મન:પર્યાય એમ ત્રણ જ્ઞાનવાળા હોય, તેને બે દર્શન અને જે મતિ-શ્રુત-અવધિ અને મન:પર્યાય એમ ચાર જ્ઞાનવાળા હોય, તેને ત્રણ દર્શન કહ્યાં છે. માટે મન:પર્યવજ્ઞાનવાળાને અવધિદર્શન કહેવું, એ આગમ વિરૂદ્ધ છે, અને જો મન:પર્યવજ્ઞાનવાળાને અવધિદર્શન હોય, તો મતિ-શ્રુત-અને મન:પર્યવ એ ત્રણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy