SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨] રદ્ધિઓનું વર્ણન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ શક્તિવાળા હોય છે, તે પછી તે લબ્ધિ નથી હોતી. જો કે પર્યાપ્તા દેવો પણ શાપાદિવડે બીજાનો નાશ કરી શકે છે, તોપણ તે વખતે તેઓને લબ્ધિ છે એમ ન કહેવાય. ૧૦. કેવળીની ઋદ્ધિ એ સર્વ પ્રસિદ્ધ છે. ૧૧. વિપુલમતિરૂપ મન:પર્યવજ્ઞાની, એટલે ઘણા વિશેષયુક્ત વસ્તુના વિચારોને ગ્રહણ કરે તે વિપુલમતિ. અથવા સેંકડો પર્યાયો સહિત ચિત્તનીય ઘટાદિ વસ્તુવિશેષના વિચારને ગ્રહણ કરનારી મતી તે વિપુલમતિ મન:પર્યવજ્ઞાન. પ્રશ્ન :- સામાન્યથી એક મન:પર્યવજ્ઞાન જ અહીં કહ્યું હોત તો ચાલત, કારણ કે એ એકથી. જ ઋજુમતિ અને વિપુલમતિનો સંગ્રહ થઈ જાત. વળી ઋજુમતિ અને વિપુલમતિને એક જ સ્થળે ન કહેતા જુદા જુદા સ્થળે કેમ રહ્યા ? ઉત્તર:- તારું કહેવું સત્ય છે, પરંતુ અતિશય જ્ઞાનીઓની વિવિધ રચના કોઈ વિશિષ્ટ કારણસર હોય છે. વળી તેમાં વિશેષતા પણ છે કે ઋજુમતિ આવેલું ચાલ્યું જાય છે, ને વિપુલમતિ તેમ નથી માટે ભેદ છે. કેવલજ્ઞાનની પછી વિપુલમતિ કહેવાનું કારણ પણ એવું સંભવે કે વિપુલમતિવાળાને જરૂર કેવલજ્ઞાન થાય છે. ૧૨. પૂર્વધરોની અદ્ધિ પ્રસિદ્ધ છે, કેમ કે ઈન્દ્રોને પણ તેઓ પૂજ્ય છે. ૧૩-અન્ત, ૧૪ચક્રી, ૧૫-બળદેવ, અને ૧૬-વાસુદેવની ઋદ્ધિઓ પણ સર્વને પ્રસિદ્ધ છે. તેથી તેનું વિવેચન નથી કરતા. ૭૭૯-૭૮૦... એજ અર્થ ભાષ્યકાર કહે છે. संफरिसणमामोसो, मुत्त-पुरीसाण विप्पुसो विप्पो । अन्ने विडि त्ति विट्ठा, भासंति य पत्ति पासवणं ॥७८१।। एए अन्ने य बहु, जेसिं सब्बे य सुरभओऽवयवा। रोगोवसमसमत्था, ते होंति तओसहिंप्पता ॥७८२।। जो सुणइ सव्वओ, मुणइ सव्वविसए व सब्बसोएहिं । सुणइ बहुए व सद्दे, भिन्ने संभिन्नसोओ सो ॥७८३।। रिजु सामण्णं तम्मत्तगाहिणी रिजुमई मणोनाणं । पायं विसेसविमुहं, घडमेत्तं चिंतियं मुणइ ।।७८४॥ विउलं वत्थुविसेसणमाणं, तग्गाहिणी मई विउला । चिंतियमणुसरइ घडं, पसंगओ पज्जयसएहिं ॥७८५॥ अइसयचरणसमत्था, जंघा-विज्जाहिं चारणा मुणओ । जंघाहिं जाइ पढमो, नीसं काउं रविकरेऽवि ।।७८६॥ एगुप्पारण गओ, रुयगवरमिओ तओ पडिनियत्तो । बीएणं नंदिस्सरमिहं तओ एइ तइएणं ॥७८७॥ पढमेण पंडगवणं, बीओप्पाएण नंदणं एइ । तइओप्पाएण तओ, इह जंघाचारणो होइ ॥७८८।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy