SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) ઉત્પાદ પ્રતિપાત દ્વાર. [૩૨૧ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-અને ભાવ સંબંધી બાહ્ય વિષયના અવધિજ્ઞાનની પ્રાપ્તિમાં એક સમયે ઉત્પાદ, પ્રતિપાત અને ઉત્પાદપ્રતિપાતની ભજના હોય છે. ૭૪૮. નિર્યુક્તિકારોક્ત અર્થને વિસ્તારથી ભાષ્યકાર કહે છે. बाहिरओ एगदिसो, फड्डोही वाहवा असंबद्धो । दव्वाइसु भयणिज्जा, तत्थुप्पायादओ समये ।।७४९।। એક દિશામાં થયેલું અવધિ અથવા ફડુકાવધિ, કે અસંબદ્ધ અવધિ તે બાહ્ય અવધિ કહેવાય છે. એ બાહ્ય અવધિમાં દ્રવ્યાદિ વિષે એક સમયે ઉત્પાદાદિની ભજના હોય છે. ૭૪૯. જે અવધિજ્ઞાનવાળાનું અવધિ એક દિશામાં હોય તે, અથવા અનેક દિશાઓમાં હોય પણ વચ્ચે અન્તરવાળું ફડકાવધિ હોય તે, બાહ્યઅવધિ કહેવાય છે, અથવા જે અવધિજ્ઞાનવાળા જીવનું અવધિ, સર્વ બાજુએ ગોળાકાર છતાં પણ અંગુલાદિ ક્ષેત્રના વ્યવધાનથી સર્વ બાજુએ અસંબદ્ધ હોય, તે પણ બાહ્ય અવધિ કહેવાય. આ અભિપ્રાય ભાખ્યકાર અને પ્રાચીન ટીકાકારનો છે. આવશ્યક ચુર્ણિકાર તો આ ત્રીજા પક્ષને ગ્રહણ કરીને એમ કહે છે કે – બાહ્ય અવધિની પ્રાપ્તિ એટલે જે ક્ષેત્રમાં રહેલા અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય, તે સ્થળમાં તેનું અવધિજ્ઞાન કંઈ પણ ન જુએ, પરંતુ એ ઉત્પત્તિ સ્થાન એક અંગુલ, અંગુલ પૃથકત્વ, એક વેંત, વૈત પૃથફત્વ, સંખ્યાતા અથવા અસંખ્યાતા યોજન અતિક્રમ્યા પછી જુએ, તે બાહ્ય અવધિની પ્રાપ્તિ કહેવાય છે. આવા પ્રકારના અવધિમાં એક સમયે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ સંબંધથી ઉત્પાદાદિની ભજન જાણવી. કારણ કે - . उप्पाओ पडिवाओ, उभयं वा होज्ज एगसमएणं । कहमुभयमेगसमए ?, विभागओ तं न सव्वस्स ॥७५०॥ ઉત્પાદ-પ્રતિપાત-અને ઉત્પાદપ્રતિપાત એક એક સમયે થાય છે, એક સમયે ઉત્પાદ પ્રતિપાત કેવી રીતે થાય ? (અવધિના) વિભાગથી એમ થાય, સર્વ અવધિનું એમ ન થાય છે. ૭૫૦. કોઈ વખત એક સમયે ઉત્પાદ થાય છે એટલે પ્રથમ અલ્પદ્રવ્યાદિ સંબંધી બાહ્ય અવધિ ઉત્પન્ન થઈને પછી અધિકદ્રવ્યાદિ પદાર્થોને જુએ. કોઈ વખત એક સમયે પૂર્વે જોએલા દ્રવ્યાદિ કરતાં હીન હીન દ્રવ્યાદિ જુએ તે પ્રતિપાત કહેવાય છે. કોઈ વખત ઉત્પાદ અને પ્રતિપાત બન્ને એક સમયમાં થાય છે. એટલે જયારે એક દિશાના બાહ્ય અવધિ આજુબાજુ સંકોચરૂપ પ્રતિપાત થાય, ત્યારે આગળના ભાગમાં વૃદ્ધિરૂપ ઉત્પાદ થાય, અને આગળના ભાગથી સંકોચરૂપ પ્રતિપાત થાય, ત્યારે આજુબાજા વિસ્તારરૂપ અવધિનો ઉત્પાદ થાય. એજ પ્રમાણે અન્તરવાળાં અનેક દિશાના બાહ્ય અવધિમાં જ્યારે એક દિશામાં ઉત્પાદ થાય ત્યારે બીજી દિશામાં પ્રતિપાત થાય, અને એજ પ્રમાણે વલયાકાર સર્વ દિશાના બાહ્ય અવધિમાં પણ જે સમયે એક દેશમાં વલયના વિસ્તારની અધિકતારૂપ ઉત્પાદ થાય, તે સમયે અન્ય દિશામાં વલયના સંકોચરૂપ પ્રતિપાત થાય. ઈત્યાદિ પ્રકારે એક સમયમાં ઉત્પાદાદિની ભજન જાણવી. ૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy