SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] અવધિમાં દ્રવ્ય આદિની વૃદ્ધિનહાનીની વિચિત્રતા. [૩૧૭ થતાં તદનુસારે પર્યાયોની પણ તેવીજ વૃદ્ધિ-હાની થાય; પરન્તુ અહીં અવધિજ્ઞાનના વિષયભૂત ક્ષેત્રાદિની વૃદ્ધિ-હાની વિચારવાનો પ્રસ્તાવ છે. સામાન્યથી તેમના સ્વરૂપનો વિચાર કરવાનો અહીં પ્રસ્તાવ નથી, આ કારણથી ઉપરોક્ત પ્રકારે વૃદ્ધિ-હાની કહી છે, તે અવધિજ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમને આધીન હોવાથી વિચિત્ર છે. ૭૩૫. એજ ઉપરોક્ત અર્થ વિસ્તારથી ભાષ્યકાર કહે છે. दव्वाइं सख्खेत्ताओऽणंतगुणा पज्जवा सदवाओ। निययाहाराहीणा, तेसिं वुड्डी य हाणी य ॥७३६॥ न उ निययाहारवसा, अवहिनिबंधो जओ परित्तो सो । चित्तो तहण्णावि य, आणागेज्झो य पाएण ॥७३७॥ દ્રવ્યો સ્વક્ષેત્રથી અનન્તગુણા છે, અને પર્યાયો સ્વદ્રવ્યથી અનન્તગુણા છે. તેમની વૃદ્ધિ અને હાની પોતાના આધારને આધીન છે. પણ અવધિજ્ઞાનનો વિષય પોતાના આધારવશાત્ વધતો ઘટતો નથી, તેથી તે નિયતવિષયનો વિચિત્ર ક્ષયોપશમ હોવાથી તે સામાન્ય કરતાં અન્ય પ્રકારે વિચિત્રપણે છે અને તે પ્રાયઃ આજ્ઞા ગ્રાહ્ય છે. ૭૩૬-૭૩૭. સ્વરૂપથી તો સમસ્ત પુદ્ગલાસ્તિકાયરૂપ દ્રવ્યો, સ્વઆધારભૂત ક્ષેત્રથી અનન્તગુણા છે, કારણ કે એકેક આકાશપ્રદેશમાં અનન્તા પરમાણુ-યણુકાદિ દ્રવ્યો અવગાહી રહ્યાં છે, અને પર્યાયો પણ સ્વાશ્રયભૂત દ્રવ્યોથી અનન્તગુણા છે, કારણ કે એકેક પરમાણુ આદિ દ્રવ્યો અસત્તા પર્યાયવાળા છે. આ પ્રમાણે દ્રવ્યનો સ્વઆધાર ક્ષેત્ર છે અને પર્યાયનો સ્વઆધાર દ્રવ્ય છે. તેથી દ્રવ્ય પર્યાયોની વૃદ્ધિ-હાની સામાન્યથી તેમને આધીન છે, એટલે કે ક્ષેત્રની ચાર પ્રકારની વૃદ્ધિનહાની થતાં દ્રવ્યની પણ ચાર પ્રકારે હાની-વૃદ્ધિ થાય, અને દ્રવ્યની બે પ્રકારે વૃદ્ધિ-હાની થતાં પર્યાયોની પણ બે પ્રકારે વૃદ્ધિ-હાની થાય. એવો સામાન્ય નિયમ તો અમે પણ સ્વીકારીએ છીએ, એમાં કંઈ વિરોધ નથી; પરંતુ અવધિજ્ઞાનનો વિષય સ્વઆધારવશાત વધતો-ઘટતો નથી, કેમકે તે તો ઉપરોક્ત સ્વરૂપે પ્રતિનિયત છે, અને વિચિત્ર ક્ષયોપશમથી વિચિત્ર પ્રકારે છે. તેથી તે જેમ યુક્તિથી ઘટે છે, તેમ પ્રવર્તે છે, તેમજ તેને ઉલ્લંઘીને અન્યથારૂપે પણ પ્રવર્તે છે, એકાંતે નિયત સ્વરૂપે નથી પ્રવર્તતો. આજ્ઞા ગ્રાહ્ય હોવાથી આજ્ઞાં જ અહીં પ્રમાણ છે, તેથી સ્વેચ્છાપૂર્વક શુષ્ક તર્ક કરવાથી શું લાભ ? વળી પ્રાયઃ શબ્દથી ઉપર મુજબ યુક્તિ પણ જણાવેલ છે તે રીતે ઘટે છે. ૭૩૬-૭૩૭. હવે તીવ્ર-મંદ દ્વાર કહે છે. (६०) फड्डा य असंखेज्जा, संखेज्जे यावि एगजीवस्स । एगप्फड्डुवओगे, नियमा सव्वत्थ उवउत्तो ॥७३८॥ __(६१) फड्डा य आणुगामी, अणाणुगामी य मीसया चेव । पडिवाई अपडिवाई, मीसो य मणुस्स-तेरिच्छे ॥७३९॥ એક જીવને અસંખ્યાતા અને સંખ્યાતા ફરૂકો હોય છે, તેમાંના એક ફકમાં ઉપયોગ છતે સર્વ ફડકોમાં અવશ્ય ઉપયોગ થાય છે; એ ફડુકો અનુગામી, અનનુગામી અને મિશ્ર એમ ત્રણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy