SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] દેવોનાં અવવિજ્ઞાનનું ક્ષેત્ર. [૩૦૯ એ દેવલોકવાસી દેવો તિછ જંબુદ્વિપાદિ અસંખ્યાતા દ્વીપ અને લવણાદિ અસંખ્યાતા સમુદ્ર પર્યન્ત જુએ છે. તેમાં પણ ઉપરના દેવો વધારે વધારે જાએ છે, તથા ઉંચે તો બધાએ દેવો સ્વકલ્પના ખૂંપાદિ (આદિ શબ્દથી ધ્વજાદિ) પર્યન્ત જુએ છે. (તથી ઉપર નહિ.) ૬૯૮. હવે વૈમાનિક સિવાયના દેવોના અવધિજ્ઞાનનું ક્ષેત્રપ્રમાણ સામાન્યથી કહે છે. (५२) संखेज्जजोयणा खलु, देवाणं अद्धसागरे ऊणे । तेण परमसंखेज्जा, जहण्णयं पण्णवीसं तु ॥६९९॥ અર્ધસાગરોપમથી જૂન આયુષવાળા દેવો સંખ્યાતા યોજન સુધી (અવધિજ્ઞાનથી) જુએ છે, અને તેથી વધારે આયુષવાળા દેવો અસંખ્યાતા યોજન સુધી ઉત્કૃષ્ટક્ષેત્ર જુએ છે. તથા જઘન્યથી પચીસ યોજન સુધીનું ક્ષેત્ર જાએ છે. ૬૯૯. वेभाणियवज्जाणं, सामण्णमिणं तहवि उ विसेसो । उड्डमहे तिरियपि य, संठाणवसेण विण्णेओ ॥७००। વૈમાનિક વિનાના (ભવનપતિ આદિ) દેવોના અવધિજ્ઞાનના ક્ષેત્રનું પ્રમાણ સામાન્યથી (ઉપર મુજબ) કહ્યું, તો પણ ઉચ-નીચે-અને તિછું આગળ. કહેવાશે, તે સંસ્થાનવશાત્ કોઈ દિશાએ ન્યૂનાધિક-વિશેષ જાણવું. ૭૦૦. હવે જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોનું જઘન્ય અવધિ ક્ષેત્ર કહે છે पणुवीसजोयणाइं, दसवाससहस्सिया ठिई जेसिं । दुविहोऽवि जोइसाणं, संखेज्ज ठिईविसेसेणं ॥७०१॥ वेमाणियाणमंगुलभागमसंखं जहण्णओ होइ। उववाए परभविओ, तब्भवजो होइ तो पच्छा ।।७०२॥ જેમની દશહજાર વર્ષની સ્થિતિ હોય, તેમના એટલે ભવનપતિ અને વ્યંતરોના અવધિનું જઘન્યક્ષેત્ર પચીસ યોજનનું છે. તથા જ્યોતિષિના બન્ને પ્રકારના અવધિનું ક્ષેત્ર સ્થિતિવિશેષે સંખ્યાતા યોજનનું છે. પણ જઘન્યથકી ઉત્કૃષ્ટ મોટા પ્રમાણવાળું જાણવું, વૈમાનિક દેવોનું જઘન્ય અવધિક્ષેત્ર અંગુલના અસંખ્યાતમા ભાગે ઉત્પત્તિ સમયે પરભવનું હોય છે. અને તે પછી તો દેવનું હોય છે. ૭૦૧-૭૦૨. (५३) उक्कोसो मणुएसुं, मणुस्स-तेरिच्छिएसं य जहण्णो । उक्कोस लोगमेत्तो, पडिवाइ- परं अपडिवाई ॥७०३॥ (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-અને ભાવથી) ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન મનુષ્યોમાંજ હોય છે, (દેવાદિમાં નથી હોતું.) અને જઘન્યઅવધિજ્ઞાન મનુષ્ય તથા તિર્યોમાંજ હોય છે, (દવનારકમાં નથી હોતું.) ઉત્કૃષ્ટ અવધિ બે પ્રકારનું છે, તેમાં સંપૂર્ણ લોકમાત્ર જોનાર ઉત્કૃષ્ટ અવધિ પ્રતિપાતિ હોય છે અને તે ઉપરનું અલોકગત (અલોકમાં પણ જોનાર) અવધિ અપ્રતિપાતિ હોય છે. વળી લોકગત અવધિથી આગળ એક પ્રદેશ પણ જુએ તે અપ્રતિપાતિજ હોય છે. ૭૦૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy