SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪] ઉત્કૃષ્ટ અવધિનો વિષય. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ પ્રદેશાવગાઢ એમ કહેવાથી બાકીનું બીજાં વિશેષ કહ્યું છે તેમાં કંઈ દોષ નથી. અથવા એકપ્રદેશાવગાઢ એમ કહેવાથી પરમાણુ આદિ દ્રવ્ય કહ્યાં, કામણ શરીર કહેવાથી બાકીના કર્મવર્ગણા પર્યંતનાં દ્રવ્ય કહ્યાં, અગુરુલઘુ કહેવાથી કર્મવર્ગણા ઉપરનાં દ્રવ્ય કહ્યાં અને ચ શબ્દથી સૂચિત ઘટ-પટ-પૃથ્વીપર્વતાદિ કહ્યા, એ પ્રમાણે સમસ્ત પુદ્ગલાસ્તિકાય ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનનો વિષય છે. આમ હોવાથી “સર્વ દ્રવ્ય જાણે છે” એમ કહ્યું હતું તેનો પણ ઉત્તર આવી ગયો; કેમ કે સમસ્ત પુદ્ગલાસ્તિકાય રૂપી દ્રવ્ય જ છે. ૬૭૫. હવે આ નિર્યુક્તિની ગાથાનો અર્થ પ્રતિપાદન કરનારી ભાષ્યની ગાથા કહે છે. एगपएसोगाढं पेच्छइ, पेच्छइ य कम्मयतणंपि । अगुरुलहुद्दब्वाणि य, चसद्दओ गुरुलहुइंप्रि ॥६७६॥ तेयसरीरं पासं, पासइ सो भवपुहुत्तमेगभवे । । णेगेसुं बहुतरए, सरेज्ज न उ पासए सब्बे ॥६७७॥ (પરમાવધિ) એક પ્રદેશાવગાહી (પરમાણું આદિ દ્રવ્ય) જાએ છે, કામણ શરીર જુએ છે, અગુરુલઘુદ્રવ્ય જુએ છે, અને ચ શબ્દથી ગુરૂલઘુદ્રવ્ય પણ જુએ છે તથા તૈજસ શરીર જોનાર કોઈ એક ભવમાં થયેલું અવધિ (અતીત અનાગત) ભવ પૃથ૮ સુધી જુએ છે, અને ઘણા ભવોમાં થયેલું હોય તો ઘણા ભવો સ્મૃતિથી જાણે છે, પણ તે સર્વ પૃથફત્વ ભવોની પેઠે સાક્ષાત્ જાએ નહીં. ૬૭૬-૬૭૭. - અહીં શિષ્ય પૂછે છે કે - एगपएसोगाढे भणिए, किं कम्मयं पुणो भणियं । एगपएसोगाढे, दिटे का कम्मए चिंता ? ॥६७८॥ એક પ્રદેશાવગાઢ (દ્રવ્ય જાણે છે, એમ કહીને પુનઃ કાશ્મણ શરીર જુએ છે એમ શા માટે કહ્યું? વળી એક પ્રદેશાવગાઢ કહ્યું છતે કાર્યની શી ચિંતા? અગુરુલઘુદ્રવ્યનું ગ્રહણ પણ એક પ્રદેશાવગાહથી સિદ્ધ છે, અથવા “રૂપગત સર્વ જાણે છે” એમ કહેવાથી સર્વ સિદ્ધ થાય છે. ૬૭૮-૬૭૯. ઉપરોક્ત શિષ્યના પ્રશ્નોના ગુરૂશ્રી ઉપસંહારપૂર્વક ઉત્તર આપે છે. "एगोगाढे भणिएउवि, संसओ सेसए जहारंभे । સૌથર ઝિંતો, શૂનયર ન મુ ઘાડું //૬૮ol जह वा मणोविदो नत्थि, दंसणं सेसएऽतिथूलेऽवि । एगोगोढे गहिए, तह सेसे संसओ होज्जा ॥६८१॥ इय नाणविसयवइचित्तसंभवे संसयावणोयत्थं । મforg વે ઢે, વે રિસેસે પયંસંતિ ૬૮રી * “એક પ્રદેશાવગાઢ દ્રવ્ય જાણે છે,” એટલું જ કહેવાથી શેષ દ્રવ્યના વિષયમાં સંશય રહે છે, જેમ આરંભમાં અતિ સૂક્ષ્મ દ્રવ્ય જોનાર અવધિ ઘટાદિસ્થલ દ્રવ્ય પણ નથી જોતું. અથવા જેમ મન:પર્યવજ્ઞાની શેષ સ્થૂલ દ્રવ્યને પણ નથી જોતો, તેમ એકપ્રદેશાવગાઢ એટલું જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy