SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦]. ઉત્કૃષ્ટ અવધિનું ક્ષેત્ર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ છે, કે જે પ્રથમ જઘન્ય અવગાહનાવાળો છતાં, તેજ ભવમાં ત્રણ સમય આહાર ગ્રહણ કરે છે, ત્યારે જેવડો થાય છે, તેટલું અવધિજ્ઞાનનું જધન્ય ક્ષેત્ર છે. માટે વધારે વિસ્તારથી સર્યું. ૧૯૬-૫૯૭. આ પ્રમાણે અવધિજ્ઞાનના વિષયભૂત ક્ષેત્રનું જઘન્ય પ્રમાણ કહ્યું. હવે તેનું ઉત્કૃષ્ટ પ્રમાણ કહે છે. (३१) सबबहुअगणिजीवा, निरंतरं जत्तियं भरेज्जंस । खेत्तं सबदिसागं, परमोही खेत्त निद्दिट्टो ॥५९८।। સર્વથી ઘણા અગ્નિકાયના જીવોથી નિરંતર ભરેલું જેટલું ક્ષેત્ર સર્વ દિશામાં હોય, તેટલું પરમાવધિજ્ઞાનનું ઉત્કૃષ્ટ ક્ષેત્ર કહેલું છે. ૫૯૮. આ અવસર્પિણીમાં અજીતનાથ સ્વામિના વખતે સર્વથી ઘણા અગ્નિકાયના જીવો હતા, તે અગ્નિકાયના જીવોને વિશિષ્ટ સૂચિરચનાએ નિરંતર ગોઠવીને જેટલું આકાશક્ષેત્ર એક દિશામાં રોકાય, તે સૂચિને ચારે બાજુ ભમાવતાં જેટલું ક્ષેત્ર સર્વદિશામાં સૂચિભ્રમણ કરતાં રોકાય એટલું પરમાવધિજ્ઞાનના વિષયભૂત ક્ષેત્રનું પ્રમાણ મહામુનિઓએ કહેલું છે. પ૯૮. એ પ્રમાણે નિયુક્તિની ગાથાનો અક્ષરાર્થ છે; અને ભાવાર્થ તો ભાષ્યકાર મહારાજ સાંપ્રદાયિક અર્થ પ્રતિપાદન કરનાર એવી ભાષ્યની ગાથાથી કહે છે. अब्बाघाए सब्बास, कम्मभमिस जया तदारंभा। सव्वबहवो मणुस्सा, होतऽजियजिणिंदकालम्मि ॥५९९॥ પાંચભરત, પોચઐરવત તથા પાંચ મહાવિદેહ એ સર્વે પંદર કર્મભૂમિઓમાં આ અવસર્પિણીમાં અજીતજિનેશ્વરના કાળે સર્વથી ઘણા ગર્ભજ મનુષ્યો હોય છે, તે વખતે ઘણો આરંભ થવાથી જો (મહાવૃષ્ટિઆદિ)વ્યાઘાત ન હોય; તો તે વખતે (બાદર અગ્નિકાયજીવો પણ સર્વથી ઘણા હોય છે.) પ૯૯. પ્રશ્ન :- શું એ બાદર અગ્નિકાયજીવોથીજ એટલા અગ્નિકાયજીવોનું પ્રમાણ પૂર્ણ કરાય છે ? કે સૂક્ષ્મ અગ્નિકાયના જીવો મળીને એટલું પ્રમાણ થાય છે. ? જો સૂક્ષ્મ અગ્નિકાય મળીને એટલું પ્રમાણ થતું હોય, તો તે સૂક્ષ્મ પણ વિશિષ્ટ ગ્રહણ કરાય છે કે અવિશિષ્ટ ગ્રહણ કરાય છે ? પ૯૯, આચાર્યશ્રી શિષ્યના એ પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે કે उक्कोसया य सुहुमा जया तया सबबहुगमगणीणं । परिमाणं संभवओ, तं छद्धा पूरणं कुणइ ॥६००॥ ઉત્કૃષ્ટ બાદર અગ્નિકાયના ઉત્કૃષ્ટ જીવો જ્યારે ઉત્કૃષ્ટ સંખ્યામાં હોય છે, ત્યારે સૂક્ષ્મ અગ્નિકાયના જીવોનું પ્રમાણ પણ પ્રાયઃ સર્વથી ઉત્કૃષ્ટ હોય છે. તે બધા જીવો છ પ્રકારે ક્ષેત્રને પૂર્ણ કરે છે. ૬૦૦. અનન્તાનન્ત અવસર્પિણીઓમાં બીજા જિનેશ્વરનો જ કાળ ગ્રહણ કરાય છે, કે જયારે વધારેમાં વધારે બાદર અગ્નિકાય જીવો હોય છે, એ ઉત્કૃષ્ટ બાદર અગ્નિકાય અને ઉત્કૃષ્ટ સૂક્ષ્મઅગ્નિકાય જીવો મળીને સર્વથી ઘણાં અગ્નિકાયના જીવોનું પ્રમાણ થાય છે. તે પ્રમાણ સંભવમાત્રથી અપેક્ષાએ છ પ્રકારની રચનાએ બુદ્ધિથી કરાય છે, તેમાંના પાંચ પ્રકાર અનાદેશરૂપ છે અને છઠ્ઠો પ્રકાર મૃતાદેશરૂપ છે. ૬૦૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy