SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮] મત્સ્યનાં પનકનો વિચાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ.૧ અવધિજ્ઞાનનું વિષયભૂત ક્ષેત્ર છે. તે ક્ષેત્ર અવધિજ્ઞાનને જે ગ્રાહ્ય દ્રવ્યો છે. તેમનું આધારભૂત છે. તે યદ્રવ્યનો આધાર હોવાથી જ, એ ક્ષેત્રને અવધિજ્ઞાનનો વિષય કહેવાય છે, પણ સાક્ષાતપણે ક્ષેત્ર એ અવધિનો વિષય નથી. કારણ કે ક્ષેત્ર તો અમૂર્તિ છે અને અવધિજ્ઞાન તો મૂર્ત પદાર્થને જાણનારું છે, આજ ત્રણ ગાથામાં કહેલા અર્થને અનુરૂપ વૃદ્ધોએ કહ્યું છે કે - જે કોઈ હજાર યોજન પ્રમાણવાળો મત્સ્ય મરીને પોતાના શરીરના કોઈપણ બાહ્ય ભાગમાં સૂક્ષ્મ પનકપણે ઉત્પન્ન થાય તે ગ્રહણ કરવો. તે જીવ પ્રથમ સમયે (આત્મપ્રદેશની) લંબાઈ સંકોચીને અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જાડું અને લાંબું પહોળું, પોતાના શરીર જેટલું પ્રતર જીવ સામર્થ્યથી કરે. પછી તે પ્રતરને પણ બીજા સમયે સંકોચીને જાડી-પહોળી અંગલના અસંખ્યાતમા ભાગ પ્રમાણવાળી અને લંબાઈમાં પોતાના શરીર પ્રમાણ એવી સૂચિ કરે છે. ત્રીજે સમયે એ સૂચિ સંકોચિને પોતાના શરીરના એક દેશમાં સૂક્ષ્મપનકરૂપે ઉત્પન્ન થાય છે. આ પનકને ત્રીજા સમયે પોતાની જેટલી જઘન્ય અવગાહના હોય છે, તેટલું અવધિજ્ઞાનથી ગ્રાહ્ય વસ્તુના આધારભૂત ક્ષેત્રનું જધન્ય પ્રમાણ છે. આ પ્રમાણ મુનિવૃંદના સુસંપ્રદાયથી જાણવું. ૫૮૯-૫૯૦-૫૯૧. અહીં કોઈ પૂછે છે કે – किं मच्छोऽतिमहल्लो, किं तिसमइओ व कीस वा सुहुमो । गहीओ कीस व पणओ, किंव जहण्णावगाहणओ ? ॥५९२॥ શા માટે અતિ મોટો મત્સ્ય ગ્રહણ કર્યો ? શા માટે ત્રણ સમયે પોતાના શરીરમાં ઉત્પન્ન થનાર ગ્રહણ કર્યો ? શા માટે સૂક્ષ્મ ગ્રહણ કર્યો ? શા માટે પનક જીવ કહ્યો ? અને શા માટે જધન્ય અવગાહનાવાળો કહ્યો ? પ૯૨. ઉપરના પ્રશ્નોનો આચાર્યશ્રી ઉત્તર આપે છે. मच्छो महल्लकाओ, संख्रित्तो जो य तीहिं समएहिं। सो किर पयत्तविसेसेण, सहमोगाहणं कुणइ ॥५९३॥ सण्हयरा सण्हयरो, सुहुमो पणओ जहण्णदेहो य । सुबहुविसेसविसिट्ठो, सण्हयरो सबदेहेसु ॥५९४॥ અતિ મોટા શરીરવાળો મત્સ્ય ત્રણ સમયે આત્મપ્રદેશોને સંક્ષેપે છે, તે કેવળ પ્રયત્ન વિષયથી સૂક્ષ્મ અવગાહના કરે છે. સૂક્ષ્મમાં સુક્ષ્મ જઘન્ય દેહવાળો સૂક્ષ્મપનકજીવ બહુ વિશેષણવિશિષ્ટ સર્વ શરીરોમાં સૂક્ષ્મશરીરવાળો છે. પ૯૩-૫૯૪. જે હજાર યોજન લંબાઈવાળો મહાકાય મત્સ્ય છે, તે ત્રણ સમયે પોતાના આત્મપ્રદેશોને સંકોચે છે, તે સમયે તે કેવળ પ્રયત્ન વિશેષથી અતિ સૂક્ષ્મ અવગાહના કરે છે, અને જો અન્યત્ર દૂર જઈને ઉત્પન્ન થાય, તેમજ વિગ્રહ ગતિએ જાય, તો તે વખતે જીવ પ્રદેશો કંઈક વિસ્તાર પામે અને તેથી અવગાહના મોટી થાય, એ કારણથી વિગ્રહગતિ વિના પોતાના શરીરદેશમાં જ ઉત્પન્ન થાય એવો મત્સ્ય લેવો એમ કહ્યું. વળી સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ પનકજીવ છે, તે કારણથી સર્વ શરીરોથી જઘન્ય અવગાહનાવાળો બહુવિશેષણયુક્ત પનકજીવ ગ્રહણ કર્યો છે. પ૯૩-૯૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy