SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] ગમિક અગમિક ઋત. [૨૬૧ દ્રવ્યથી વિવિધ જીવોની અપેક્ષાએ, ક્ષેત્રથી મહાવિદેહની અપેક્ષાએ, કાળથી અનુત્સર્પિણી અવસર્પિણીની અપેક્ષાએ અને ભાવથી ક્ષયોપશમભાવની અપેક્ષાએ, શ્રુતજ્ઞાન નિરંતર હોય છે. (અનાદિ-અપર્યવસિત છે.) ૫૪૮. દ્રવ્યથી નારક-તિર્યંચ-દેવ-મનુષ્યગત વિવિધ સમ્યગૃષ્ટિજીવોને સમ્યકશ્રુત ત્રણે કાળમાં હોય છે, કદિપણ વિચ્છેદ પામતું નથી. તેથી તેઓની અપેક્ષાએ શ્રુતજ્ઞાન અનાદિ-અપર્યવસિત છે. ક્ષેત્રથી મહાવિદેહક્ષેત્રમાં શ્રુતજ્ઞાન અનાદિ અપર્યવસિત છે, કેમ કે ત્યાં સર્વદા તીર્થ પ્રવર્તે છે, તેથી ત્યાં કદિપણ શ્રુતનો વિચ્છેદ નથી થતો, કાળથી મહાવિદેહને વિષે અનુત્સર્પિણી અવસર્પિણી કાળમાં શ્રુત અનાદિ-અપર્યવસિત છે, કેમ કે ત્યાં ઉત્સર્પિણી-અવસર્પિણીરૂપ કાળચક્ર નહિ હોવાથી શ્રુત કદિપણ વિચ્છેદ પામતું નથી. અને ભાવથી ક્ષયોપશમ ભાવમાં શ્રુત અનાદિ-અપર્યવસિત છે. કેમ કે વિવિધ જીવોની અપેક્ષાએ કોઈ ને કોઈ જીવને શ્રુતજ્ઞાન હોય છે જ. સામાન્ય મહાવિદેહને વિષે અનુત્સર્પિણી કાલને વિષે દ્વાદશાંગી શ્રુત કદાપિ નાશ પામતું નથી, કેમકે તીર્થકર ગણધરોનો નિરંતર તેમાં સદ્ભાવ છે. ૫૪૮. એ પ્રમાણે એક અનેક જીવાદિની અપેક્ષાએ સાદિ-સપર્યવસિત અને અનાદિ અપર્યવસિત શ્રુત કહ્યું; હવે ગમિક અને અગમિક શ્રુત કહે છે. भंगगणियाइ गमियं, जं सरिसगमं च कारणवसेणं । गाहाइ अगमियं खलु, कालियसुयं दिट्ठिवाए वा ॥५४९।। ભાંગા અને ગણિતાદિ જેમાં બહુ હોય તે, અથવા કારણવશાત્ સમાન પાઠ જેમાં ઘણા હોય તે ગમિકશ્રુત, જે પ્રાયઃ દૃષ્ટિવાદ આદિમાં હોય છે; અને ગાથા શ્લોકાદિરૂપ અસદેશ પાઠાત્મક હોય, તે અગમિકશ્રુત પ્રાયઃ કાલિકંઠુતમાં હોય છે. પ૪૯. એ પ્રમાણે ગમિક-અગમિકશ્રુત કહીને હવે અંગપ્રવિષ્ટ તથા અંગબાહ્ય શ્રુત કહે છે. गणहर-थेरकयं वा, आएसा मुक्कवागरणओ वा । धुव-चलविसेसओ वा, अंगाणंगेसु नाणत्तं ॥५५०॥ ગણધરકૃતિ અને સ્થવિરકૃત, અથવા ત્રિપદીજન્ય અને છુટા અર્થ પ્રતિપાદનથી થતું, તેમજ ધ્રુવ અને અનિયતશ્રુત એવા જે વિષયો તે અંગપ્રવિષ્ટ અને અંગબાહ્યમાં ભેદનું કારણ છે. ૫૫૦. ગૌતમસ્વામિ આદિ ગણધરોએ કરેલું દ્વાદશાંગરૂપ અંગપ્રવિષ્ટ શ્રત કહેવાય છે, અને ભદ્રબાહસ્વામિ આદિ વૃદ્ધ આચાર્યોએ કરેલું આવશ્યકનિર્યુક્તિ આદિ શ્રત અંગબાહ્ય શ્રત કહેવાય છે. અથવા ત્રણવાર ગણધર મહારાજે પૂછવાથી તીર્થંકર મહારાજે કહેલ ઉત્પાદ-વ્યય-ને ધૃવરૂપ ત્રિપદીથી થયેલું દ્વાદશાંગશ્રુત તે અંગપ્રવિખશ્રુત, અને પ્રશ્ન પૂછયા સિવાય અર્થ પ્રતિપાદન કરવાથી થયેલું આવશ્યકાદિ શ્રુત અંગબાહ્યશ્રુત કહેવાય છે. અથવા નિયતશ્રુત એટલે સર્વ તીર્થકરોના તીર્થમાં અવશ્ય થનારું દ્વાદશાંગ ગ્રુત તે અંગપ્રવિષ્ટ શ્રુત કહેવાય, અને અનિયત એટલે સર્વ તીર્થકરોના તીર્થમાં અવશ્ય થાય જ એમ નહિ, એવું તન્દુલવૈચારિકાદિ પ્રકરણરૂપ શ્રત, અંગબાહ્યશ્રુત કહેવાય છે. અર્થાત્ ગણધરકૃત ત્રિપદી જન્ય-અને ધ્રુવ શ્રત જે દ્વાદશાંગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy