SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ સાદિ અનાદિ ભાંગે શ્રુત. खेत्ते भरखया, काले उ समाओ, दोण्णि तत्थेव । भावे पुण पण्णवगं पण्णवणिज्जे व आसज्ज || ५४६|| ક્ષેત્રથી ભરત-ઐરાવત ક્ષેત્રમાં અને કાળથી ઉત્સર્પિણી-અવસર્પિણીમાં શ્રુત સાદિ-સપર્યવસિત છે, તથા ભાવથી ગુરૂ પ્રજ્ઞાપનીય ભાવો જાણીને કહે તેથી સાદિ-સપર્યવસિત છે. ૫૪૬. ૨૬૦] ક્ષેત્રથી વિચારતાં ભરત-ઐરવતક્ષેત્રની અપેક્ષાએ સભ્યશ્રુત સાદિ-સપર્યવસિત છે, કેમકે એ ક્ષેત્રોમાં પ્રથમતીર્થંકરના વખતમાં દ્વાદશાંગી રૂપ શ્રુત થાય છે તેથી સાદિશ્રુત, અને છેલ્લા તીર્થંકરનાં તીર્થનો અંત થતાં તેનો પણ અંત થાય છે તેથી સાંતશ્રુત. એ પ્રમાણે ક્ષેત્રથી સાદિ-સાંતશ્રુત સમજવું. તથા કાળથી વિચારતાં ઉત્સર્પિણીથી અને અવસર્પિણીની અપેક્ષાએ ભરત-ઐરવતક્ષેત્રમાં સાદિસપર્યવસિત શ્રુત છે. કારણ કે બન્ને કાળના ત્રીજા આરામાં દ્વાદશાંગશ્રુતની ઉત્પત્તિ થાય છે તેથી સાદિશ્રુત, અને ઉત્સર્પિણીના ચોથા આરાની આદિમાં તથા અવસર્પિણીના પાંચમા આરાના અંતે તે શ્રુતનો અંત થાય છે, તેથી સપર્યવસિતશ્રુત કહેવાય. એમ કાળથી સાદિ-સર્પયવસિતશ્રુત સમજવું. અને ભાવથી વિચારતાં પ્રરૂપણીય અર્થો જાણીને ગુરૂ તે કહે, તેથી સાદિ સપર્યવસિત થાય. ૫૪૬. કારણ કે વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ उवओग-सर-पयत्ता, थाणविसेसा य होंति पण्णवए । ગફ-દાળ-મેય-સંધાય-વળ-સમિાવેસુ ॥૧૪॥ ઉપયોગ અવાજ-પ્રયત્ન અને સ્થાન વિશેષ ધર્મો પ્રરૂપકગુરૂમાં હોય છે; તથા ગતિ સ્થિતિભેદ-સંઘાત-વર્ણ અને શબ્દાદિ ધર્મો પ્રરૂપણીય પદાર્થોમાં હોય છે. (એ ઉભયધર્મો અનિત્ય હોવાથી શ્રુત પણ સાદિ-સપર્યવસિત છે.) ૫૪૭. આંતરિક શ્રુતપરિણામ તે ઉપયોગ, ધ્વનિ (અવાજ), તાલુ-ઓષ્ઠાદિ સંબંધી વ્યાપાર તે પ્રયત્ન, પકાદિ આસન વિશેષ તે સ્થાન, એ ધર્મો યા ભાવો જ્યારે પ્રરૂપક ગુરૂ વ્યાખ્યાનાદિ કરતા હોય ત્યારે હોય છે. વળી એ ધર્મો અનિત્ય હોવાથી સાદિ સપર્યવસિત છે, તેથી એ ભાવોની અપેક્ષાએ શ્રુત પણ વક્તાથી અનન્ય હોવાથી સાદિ સપર્યવસિત છે. તેમજ પરમાણુ આદિનો ગતિપરિણામ સ્થિતિપરિણામ અન્યથી જોડાયેલ હોય તો તેથી જુદા પડવારૂપ ભેદ-અન્યની સાથે સંયોગ-કૃષ્ણ નીલાદિવર્ણ-મંદ મધુરાદિ શબ્દ આદિ શબ્દથી રસ-ગંધ-સ્પર્શ-આકૃતિ વિગેરે પર્યાય ધર્મો પરમાણુ આદિ પ્રરૂપણીય ભાવોમાં (પદાર્થોમાં) હોય છે. એ ભાવો અનિત્ય હોવાથી સાદિ-સપર્યવસિત છે, અને તેથી શ્રુત પણ સાદિ-સપર્યવસિત છે, કેમ કે એ ભાવો શ્રુતને ગ્રાહ્ય છે, અને ગ્રાહક તે ગ્રાહ્યનું કારણ હોય છે, માટે કાર્યકારણના અભેદોપચારથી શ્રુત પણ સાદિ-સપર્યવસિત છે. ૫૪૭. એ પ્રમાણે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની અપેક્ષાએ શ્રુતનો સાદિ સપર્યવસિત પ્રથમ ભાંગો કહ્યો; હવે અનાદિ અપર્યવસિત ચોથો ભાંગો કહે છે. Jain Education International दवे नाणापुरिसे, खेत्ति विदेहाई काले जो तेसुं । અય-વસમમામિ ય, સુચનાનું વરૃણ સર્ચ ૧૪॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy