SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) ઉત્પાદાદિત્રયીની સિદ્ધિ. [૨૫૫ આત્માની જેમ સર્વ વસ્તુ ઉત્પાદ-વ્યય-અને ધ્રુવ સ્વભાવયુક્ત છે તે જણાવે છે. सव्वं च्चिच पइसमयं, उप्पज्जइ नासए य निच्चं च । एवं चेव य सुह-दुक्ख-बंध-मोक्खाइसब्भावो ॥५४४॥ સર્વ વસ્તુ દરેક સમયે ઉત્પન્ન થાય છે - નાશ પામે છે - અને ધ્રુવપણે (નિત્ય) રહે છે. અને એ પ્રમાણે હોવાથી જ સુખ-દુઃખ-બંધ અને મોક્ષ આદિનો સદ્ભાવ ઘટે છે. ૫૪૪. આ વિશ્વમાંની ઘટ-પટ, સ્તંભ, કુંભ, ગૃહ આદિ સર્વ વસ્તુઓ પુરાણાદિ પર્યાયે નાશ પામે છે, નવીનાદિપર્યાયે ઉત્પન્ન થાય છે, અને દ્રવ્યપણે નિરંતર ધ્રુવ-અવસ્થિત રહે છે. એ જ પ્રમાણે વસ્તુસ્વભાવ હોવાથી જ સુખ-દુ:ખ, બંધ, મોક્ષ આદિનો સદ્ભાવ ઘટે છે, તે સિવાય નથી ઘટતો. તેમાં પણ પુષ્પમાળા-ચંદન-અંગના-સર્પ-વિષ આદિ સહકારી કારણ સભાને સંભવે નહિતર ન ઘટે. આ વિશ્વમાંની ઘટ-પટ, સ્તંભ, કુંભ, ગૃહ આદિ સર્વ વસ્તુઓ પુરાણાદિ પર્યાયે નાશ પામે છે, નવીનાદિપર્યાયે ઉત્પન્ન થાય છે, અને દ્રવ્યપણે નિરંતર ધ્રુવ-અવસ્થિત રહે છે. એજ પ્રમાણે વસ્તુસ્વભાવ હોવાથી જ સુખ-દુઃખ, બંધ, મોક્ષ આદિનો સદ્ભાવ ઘટે છે, તે સિવાય નથી ઘટતો. તેમાં પણ પુષ્પમાળાચંદન-અંગના-સર્પ-વિષ આદિ સહકારી કારણો હોય તો જ સુખ-દુ:ખાદિ થાય છે, સહકારી કારણ ન માનવામાં આવે તો હંમેશાં તે સુખ-દુઃખાદિનો સદ્ભાવ અથવા અસદ્ભાવ થાય. આ હવે જો વસ્તુને ઉત્પાદ-વ્યય અને યુવાત્મક ન માનવામાં આવે, અને એકાંતે વસ્તુને નિત્ય સ્વરૂપ માનવામાં આવે, તો તે નિત્ય સ્વરૂપ વસ્તુને એ સહકારી કારણની અપેક્ષા ઘટે નહિ. જેમ કે જેની અપેક્ષા રખાય છે, તેવા સહકારી કારણ વડે નિત્ય વસ્તુમાં કંઈ વિશેષતા કરાય છે, કે નથી કરાતી ? જો વિશેષતા કરાય છે, તો તે વિશેષતા તેનાથી ભિન્નરૂપે કરાય છે કે અભિન્નરૂપે કરાય છે ? ભિન્નરૂપે કરાતી હોય, તો તેથી તે નિત્ય વસ્તુને કંઈ જ લાભ થયો નહિ. જો અહીં એમ કહેવામાં આવે, કે ભિન્નરૂપે કરાયેલ વિશેષતા નિત્યવસ્તુમાં વિશેષતા કરનાર છે, એમ કહેવાથી તો અનવસ્થાદોષ આવશે. જેમકે- એ વિશેષ કરનાર પણ, તે વિશેષતાથી ભિન્ન છે કે અભિન્ન છે? જો ભિન્ન છે, તો તેને શો લાભ થયો? ઈત્યાદિ ઉપરોક્ત પ્રશ્નો ચાલ્યા જ કરશે અને તેથી અનવસ્થા દોષ થશે. " જો બીજો પક્ષ અંગીકાર કરીને કહેવામાં આવે, કે સહકારી કારણોવડે નિત્ય વસ્તુમાં જે વિશેષતા કરાય છે. તે તેનાથી અભિન્નરૂપે કરાય છે; તો ત્યાં અમે પૂછીએ છીએ કે એ વિશેષતા વિદ્યમાન કરાય છે, કે અવિદ્યમાન કરાય છે? જો વિદ્યમાન કરાય છે, એટલે તેમાં વિશેષતા છે, છતાં પણ કરાય છે, તો તેમાં શું કરાયું ? છતાંયે કરાયું એમ માનવામાં આવે, તો અનવસ્થા દોષ આવશે. હવે જો અવિદ્યમાન કરાય છે, એટલે નિત્ય વસ્તુથી અભિન્ન અને અવિદ્યમાન એવી વિશેષતા કરાય છે, એમ કહેવામાં આવે, તો એ કથન અત્યંત વિરૂદ્ધ છે, કેમ કે અવિદ્યમાન એવા ગધેડાના શીંગડાંની પેઠે તેને કરવાથી પણ તેની ઉત્પત્તિ કેવી રીતે થાય ? અથવા તો વસ્તુની અનિત્યતા થશે. કેમકે વસ્તુથી અભિન્ન વિશેષતા કરવામાં વસ્તુ પણ કરાય છે, એમ થશે. આ ઉપરોક્ત દોષથી બચવા માટે એમ કહેવામાં આવે, કે એ સહકારી વડે એમાં કંઈ વિશેષ નથી કરાતું, તો તે તેના સહકારી કારણો ન કહેવાય, કેમકે તેઓ કંઈ પણ તેમાં વિશેષ કરતા નથી, તેમ છતાં પણ જો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy