SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪]શ્રુતજ્ઞાનનું જીવથી અન્યાયપણું ને વસ્તુનું અનંતધર્મપણું. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ અહીં શિષ્ય પૂછે છે કે-શ્રુતનો નાશ કેમ થાય છે, શું તે શ્રત જીવથી ભિન્ન છે ? ભિન્ન હોય તોજ જીવ નિત્ય છતાં તે શ્રુતનો નાશ થવો સંભવે ? ૫૪૦. जइ भिन्नं तब्भावेऽवि, तो तओ तस्सभावरहिओ त्ति । अण्णाणि च्चिय निच्चं, अंध ब्व समं पईवेण ॥५४१॥ જો શ્રત જીવથી ભિન્ન હોય તો શ્રુતજ્ઞાન છતાં પણ આંધળો મનુષ્ય જેમ દીપક વડે અર્થ ન જોઈ શકે, તેમ જીવ શ્રુતસ્વભાવ રહિત હોવાથી નિત્ય અજ્ઞાની જ થાય. (શ્રુતવડે અર્થ જાણી ન શકે.) ૫૪૧. આચાર્યશ્રી આનો ઉત્તર આપે છે કે तं ता नियमा जीवो, न तदेव केवलं जम्हा। तं च तदण्णाणं वा, केवलनाण व सो हुज्जा ॥५४२॥ શ્રુતજ્ઞાન અજીવ સ્વભાવ નથી, પણ જીવસ્વભાવ હોવાથી અવશ્ય જીવ જ છે, પણ જીવ કેવળ શ્રુતજ છે એમ નહિ, કારણકે જીવ શ્રુતજ્ઞાન થાય, શ્રુત અજ્ઞાન થાય, કેવળજ્ઞાન થાય, મતિ-અવધિ-મન:પર્યાય-અથવા વિભંગ જ્ઞાન પણ થાય. ૫૪૨. શિષ્ય પૂછે છે કે तं जइ जीवो नासे, तण्णासो होउ सव्वसो नत्थि । P = સો ૩પ્રાય-વ્યય-ધુaધમ્માતપmaો કરૂ જો તે શ્રુત (જીવ સ્વભાવ હોવાથી) જીવ છે, તો શ્રુતનો નાશ થએ જીવનો પણ નાશ થાય, પરન્તુ સર્વથા નાશ ન થાય. કેમકે જીવના ઉત્પાદ-વ્યય અને ધ્રુવ ધર્મરૂપી અનંત પર્યાય છે. પ૪૩. પ્રશ્ન :- જો શ્રુતજ્ઞાન જીવના સ્વભાવભૂત છે, તો જીવથી શ્રુત જુદું નથી એમ થયું, અને શ્રુતજ્ઞાનથી વસ્તુનો બોધ જીવને થાય છે, તેથીજ જીવ જ્ઞાની કહેવાય છે, જો એમ છે, તો શ્રુતનો પ્રતિપાત-નાશ થએ જીવનો પણ નાશ થવો જોઈએ; કેમકે “જે જેનાથી અભિન્ન હોય, તે તેનો નાશ થયે નાશ પામે” જેમકે ઘટસ્વરૂપનો નાશ થએ, ઘટવસ્તુનો પણ નાશ થાય, તેમ અહીં પણ શ્રુતનો નાશ થએ જીવનો પણ નાશ થવો જોઈએ. ઉત્તર :- હા, શ્રુતનો નાશ થએ, જીવનો પણ નાશ થાય, પરંતુ તે વિશિષ્ટ પર્યાય યુક્ત જીવનો જ માત્ર નાશ થાય, સર્વ પર્યાયથી વિશિષ્ટ જીવનો નાશ ન થાય. કારણ કે જીવ ઉત્પાદવ્યય-અને ધ્રુવ સ્વભાવયુક્ત અનંત પર્યાયવાળો છે, તેથી કરીને જે જીવ શ્રુતપર્યાય વડે નાશ પામે છે, તે જીવજ શ્રુતઅજ્ઞાનાદિ પર્યાયપણે ઉત્પન્ન થાય છે, અને સચેતન-અમૂર્ત-સત્વ-પ્રમેયત્વ આદિ અન્યથી ભિન્ન પાડનાર અનંતા અનુગત પર્યાયો વડે યુક્ત સર્વ અવસ્થામાં ધ્રુવ પણે રહેલ છે. તેથી શ્રુતપર્યાયમાત્રનો નાશ થએ જીવનો સર્વથા નાશ કેવી રીતે થાય ? ન જ થાય. હા, જો કદિ જીવનો આ એક જ શ્રુત પર્યાય હોય, અને તેનો નાશ થાય, તો જીવનો સર્વથા નાશ થાય, પર તેમ નથી. શ્રુતપર્યાય માત્રથી નાશ પામ્યા છતાં પણ શ્રુતઅજ્ઞાનાદિપર્યાયપણે ઉત્પન્ન થાય છે અને ઉપરોક્ત અનંતપર્યાયયુક્ત હોવાથી નિરંતર ધ્રુવપણે રહે છે. ૫૪૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy