SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪] હેતુવાદ અને દષ્ટિવાદોપદેશે સંજ્ઞી અસંશી. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ એ પ્રમાણે કાલિકીસંજ્ઞા વડે સંજ્ઞી અને અસંશી કહ્યા; હવે હેતુવાદોપદેશિકી સંજ્ઞા વડે સંશી અને અસંશી કહે છે. जे पुण संचितेर्ड, इट्ठा-णिद्वेसु विसयवत्थूसु । વતિ જ નિવÉતિ, સહપરિવાનVIs Ill/ पाएण संपए च्चिय, कालम्मि न याइदीहकालण्णा । ते हेउवायसण्णी, निच्चेट्ठा होंति असण्णी ॥५१६॥ પોતાના શરીરના પાલન માટે વિચારીને ઇષ્ટાનિષ્ટ વિષયમાં પ્રાયઃ સાંપ્રત કાળે જ (અતીત અનાગતાવલંબિ હોય, પણ અતિદીર્ઘકાળજ્ઞ નહિ) પ્રવર્તે અને નિવર્તે, તે (બે ઇંદ્રિયાદિ) જીવો હેતુવાદોપદેશિકી સંજ્ઞાથી સંશી છે, અને (પૃથ્વી આદિ) નિષ્ટ તે હેતુવાદોપદેશિકી સંજ્ઞાની અપેક્ષાએ અસંજ્ઞી છે. ૫૧૫-૫૧૬, હવે દૃષ્ટિવાદોપદેશસંજ્ઞા વડે સંજ્ઞી અને અસંજ્ઞી કહે છે. सम्मद्दिट्ठी सण्णी, संते नाणे खओवसमियम्मि । . असण्णी मिच्छत्तम्मि, दिट्ठिवाओवएसेण ॥५१७॥ દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા વડે સાયોપથમિકજ્ઞાનમાં વર્તનાર સમ્યગૃષ્ટિ, તે (વિશિષ્ટસંજ્ઞા-યુક્ત હોવાથી) સંજ્ઞી છે, અને મિથ્યાદષ્ટિ તે (વિપરીતપણાથી) અસંજ્ઞી છે. ૫૧૭. खयनाणी किं सण्णी, न होइ होइ व खओवसमनाणी ? । सण्णा सरणमणागयचिंता य न सा जिणे जम्हा ॥५१८॥ ક્ષાયિકજ્ઞાનવાનું સંજ્ઞી કેમ ન હોય ? અને ક્ષાયોપથમિક જ્ઞાનવાનું કેમ હોય ? (અતીત અર્થનું) સ્મરણ અને (અનાગત અર્થનું) ચિત્તવન તે સંજ્ઞા કહેવાય, એવી સંજ્ઞા ક્ષાયિક જ્ઞાનીને (જિનેશ્વરને) નથી. પ્રશ્ન :- જ્ઞાનના આવરણનો સર્વથા નાશ થવાથી થયેલું જ્ઞાન, તે ક્ષાયિકજ્ઞાન કહેવાય છે, એવા ક્ષાયિક જ્ઞાનવાળા-કેવળજ્ઞાની સંજ્ઞી કેમ ન કહેવાય ? અને ક્ષાયોપશકિજ્ઞાનવાળા જ સંજ્ઞી કહેવાય એનું શું કારણ ? જો વિશિષ્ટસંજ્ઞાયુક્ત સમ્યગુદષ્ટિને તમે સંજ્ઞી કહેતા હો, તો ક્ષાયિકજ્ઞાનવાળાને ક્ષાયોપથમિકજ્ઞાનવાળા કરતાં વધારે વિશિષ્ટ સંજ્ઞા હોય છે. તો શા માટે ક્ષાયિકજ્ઞાનવાળાને-કેવળીને સંજ્ઞી ન કહેવાય ? ઉત્તર :- અતીત અર્થનું સ્મરણ અને અનાગત અર્થનું ચિત્તવન, તે સંજ્ઞા કહેવાય છે. એવી સંજ્ઞા ક્ષાયિકજ્ઞાની-કેવળીને નથી. કેમકે તેમને સર્વદા સર્વ અર્થ(પદાર્થ)નું જ્ઞાન છે, તેથી તેમને સ્મરણ-ચિંતવન નથી. સ્મરણ-ચિંતવન ન હોવાથી તે ક્ષાયિકજ્ઞાની સંજ્ઞી નથી, પણ ક્ષાયોપથમિકજ્ઞાનવાનજ સંજ્ઞી છે.૫૧૮. ફરી શિષ્ય શંકા કરીને પૂછે છે કે मिच्छो हिया-हियविभागनाणसण्णासमण्णिओ कोइ। दीसइ सो किमसण्णी, सण्णा जमसोहणा तस्स ॥५१९॥ जह दुब्बयणमवयणं, कुच्छियसीलं असीलमसईए । भण्णइ तह नाणंपि, हु मिच्छादिट्ठिस्स अण्णाणं ॥५२०॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy