SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] અસંક્ષિને મનની કલ્પના. [૨૪૩ रूवे जहोवलद्धी, चक्खुमओ दंसिए पयासेणं । तह छब्बिहोवओगो, मणदबपयासिए अत्थे ॥५१०॥ જેમ દીપક આદિના પ્રકાશવડે જણાએલા ઘટાદિ સંબંધી રૂપમાં ચક્ષુવાળા જીવને ચક્ષજ્ઞાન થાય છે, તેમ મનોજ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમવાળા જીવને ચિંતનમાં પ્રવર્તેલા મનવડે પરિણમેલા મનોદ્રવ્યવડે પ્રકાશિત અર્થમાં પાંચ ઇન્દ્રિય અને સ્વતંત્ર મનના ભેદથી ત્રિકાળ વિષધિ છ પ્રકારનો ઉપયોગ થાય છે. પ૧૦. અહીં આ સંબંધમાં શિષ્ય પૂછે છે કે- શું અસંજ્ઞીને મનોદ્રવ્યોપલબ્ધિ (જ્ઞાન) સર્વથા નથી જ થતી ? તેના ઉત્તરમાં આચાર્યશ્રી કહે છે કે अविसुद्धचक्नुणो जह, नाइपयासम्मि रूवविण्णाणं । असण्णिणो तहत्थे, थोवमणोदबलद्धिमओ ॥५११॥ જેમ અવિશુદ્ધચક્ષુવાળા જંતુને મંદપ્રકાશમાં અસ્પષ્ટ રૂપવિજ્ઞાન થાય છે, તેમ અસંજ્ઞીને સ્વલ્પમનોવિજ્ઞાન ક્ષયોપશમવશાત્ અલ્પ મનોદ્રવ્ય ગ્રહણશક્તિ હોવાથી, શબ્દાદિ અર્થમાં અસ્પષ્ટ ઉપલબ્ધિ થાય છે. પ૧૧. એ પ્રમાણે અસંજ્ઞી-સંમૂઈનપંચેન્દ્રિયને અસ્પષ્ટ જ્ઞાન થાય છે. તે પછી એકેંદ્રિયાદિને તે કેવું થાય છે ? એ પ્રશ્નના ઉત્તરમાં આચાર્યશ્રી કહે છે કે जह मुच्छायाइयाणं, अव्वत्तं सबविसयविण्णाणं । एगेंदियाण एवं, सुद्धयरं बेइंदियाईणं ॥५१२॥ જેમ મૂચ્છ પામેલાઓને સર્વવિષયનું અવ્યક્ત જ્ઞાન હોય છે, તેમ એકેન્દ્રિયાદિને પણ અતિઉત્કૃષ્ટ આવરણના ઉદયથી અવ્યક્ત જ્ઞાન હોય છે. અને બેઇન્દ્રિયાદિથી લઈને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધી વધારે શુદ્ધ-સ્પષ્ટ જ્ઞાન હોય છે. સંજ્ઞીજીવોને અત્યંત સ્પષ્ટજ્ઞાન થાય છે. સર્વ જીવોને ચૈતન્ય સમાન છતાં પણ વિવિધ પ્રકારની ઉપલબ્ધિ થવાનું શું કારણ છે? તેના ઉત્તરમાં કહે છે કે સામર્થ્ય અને જ્ઞાનાવરણના ક્ષયોપશમની વિચિત્રતાથી વિવિધ પ્રકારની ઉપલબ્ધિ થાય છે. પ૧ ૨. વળી ઉપરની શંકાનું સમાધાન ઉદાહરણ પૂર્વક કરે છે. तुल्ले छेयकभावे, जं सामत्थं तु चक्करयणस्स । तं तु जहक्कमहीणं, न होइ सरपत्तमाईणं ॥५१३॥ ईय मणोविसईणं, जा पड्या होइ उग्गहाईसु । तुल्ले चेयणभावे, असण्णीणं न सा होइ ॥५१४॥ છેદકભાવ સમાન છતાં પણ, ચક્રરત્નમાં જેવું છેદવાનું સામર્થ્ય છે, તેવું સામર્થ્ય તલવાર, દાતરડું, બાણ આદિ છેદક વસ્તુમાં નથી; કેમ કે (તેઓમાં તેથી) અનુક્રમે હીન સામર્થ્ય છે. તેવી જ રીતે સર્વ જીવોને ચૈતન્ય ભાવ સમાન છતાં પણ મનોવિષય (સંજ્ઞી) જીવોની જેવી જ્ઞાનપટુતા હોય છે, તેવી જ્ઞાનપટુતા અસંજ્ઞીઆદિને (સંમૂચ્છિમપંચેંદ્રિય-વિકલૈંદ્રિયએ કેદ્રિયને નથી હોતી. પણ તેમાંથી ક્રમશઃ હીન હીન જ્ઞાનપટુતા હોય છે. પ૧૩-૫૧૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy