SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦] અક્ષરાનન્તભાગ અને અનક્ષરશ્રુત. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ અનંતમા ભાગે છે. વળી તે પરોક્ષ વિષયવાળું અને અસ્પષ્ટ છે. સંમિલિત સ્વ-૫૨પર્યાયની અપેક્ષાએ શ્રુતાક્ષર અને કેવળાક્ષરની સમાનતા જે પૂર્વે કહી છે, તે અહીં નથી કહી. વળી બીજા આચાર્યો “સો મુળ સનદો' ૪૯૮મી ગાથાનો અર્થ એવો કરે છે કે “તે એટલે અક્ષરના અનંતમા ભાગને બદલે અક્ષર લાભ’ એનો આવો અર્થ અનેક દોષયુક્ત છે, તેમજ શ્રીમાન્ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની કરેલી ટીકામાં તેવો અર્થ જણાતો નથી, તેથી તે કથન અસંગત જણાય છે. કારણ કે “તેનો અનંતમો ભાગ નિત્ય ઉઘાડો છે.” એ વાક્યથી એ ૪૯૭મી ગાથામાં અક્ષરનો અનંતમો ભાગ કહેવાનો પ્રસ્તાવ છે; છતાં તખ્શબ્દથી “અક્ષરલાભ” એવો અર્થ ક્યાંથી આવ્યો ? અથવા જો તદ્શબ્દથી “અક્ષરલાભ” એવો અર્થ કરીએ, તો “કેવળી વિના ત્રિવિધ ભેદે અક્ષરલાભ છે” એમાં કેવળીનું વર્જન કેમ કર્યું ? કારણ કે જૅમ શ્રુતાક્ષરની અપેક્ષાએ ઉત્કૃષ્ટ અક્ષરલાભ સંપૂર્ણ શ્રુતજ્ઞાનીને હોય છે, તેમ કેવળાક્ષરની અપેક્ષાએ ઉત્કૃષ્ટ અક્ષરલાભ કેવળીને પણ હોવો જોઈએ. કેવળીને વર્લ્ડવાથી શું દળ ? વળી ક્ષમાશ્રમણપૂજ્યે પણ ૪૯૯મી ગાથામાં “તે જઘન્ય અનંતમો ભાગ” એવો અર્થ કર્યો છે. અહીં શ્રુતનો અધિકાર હોવાથી શ્રુતાક્ષરજ ગ્રહણ કરવું; પણ સામાન્ય અક્ષર ન ગ્રહણ કરવું, એમ કહેવું તે પણ અયુક્ત છે. કારણકે પ્રાચીન બન્ને ટીકાઓમાં સામાન્ય અક્ષરજ કહેલ છે. વળી જો અહીં શ્રુતાક્ષરજ ગ્રહણ કરીએ તો “તે શ્રુતાક્ષરનો અનંતમો ભાગ સર્વજીવોને નિત્ય ઉઘાડો છે” એવો અર્થ માનવો પડે, તેમ માનવાથી સંપૂર્ણ શ્રુતજ્ઞાનીને તેમજ તેથી અનંતભાગાદિહીન શ્રુતજ્ઞાનીને શ્રુતાક્ષરનો અનંતમો ભાગ ઘટે નહિ. વળી “કેવળી વિના ત્રિવિધ શ્રુતાક્ષર હોય છે” એ વાક્ય અસંબંદ્ધ થાય, કારણ કે કેવળીને સર્વથા શ્રુતાક્ષરનો અભાવ છે, તેથી તેમનું વર્જન કરવું નિરર્થક છે. આ સંબંધમાં સત્ય અર્થ કેવળી અથવા બહુશ્રુત જાણે. પૂર્વોક્ત એકેંદ્રિય અને ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાનીની મધ્યમાંના છસ્થાન પતિત જીવોને પ્રાયઃ મધ્યમ અક્ષરનો અનંતમો ભાગ હોય છે. કોઈ ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાનીથી બીજો કોઈ શ્રુતની અપેક્ષાએ સમાન પણ હોય છે, તેથી પ્રાયઃ બાકીનાઓને મધ્યમ હોય છે એમ કહ્યું છે. અર્થાત્ ઉત્કૃષ્ટશ્રુતજ્ઞાની સિવાયના કોઈ બીજાઓને ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાનીના સમાન અક્ષરનો અનંતમો ભાગ હોય છે, તેથી પ્રાયઃ કહ્યું છે. ૫૦૦. અક્ષરશ્રુતનો વિચાર પૂર્ણ થયો, હવે અનક્ષર શ્રુતનો કહે છે. (२०) ऊससियं नीससियं, निच्छूढं खासिअं च छीयं च । निस्सिंधियमणुसारं, अणक्खरं छेलियाईयं ॥ ५०१ || ઉચ્છ્વાસ, નિઃશ્વાસ, થૂંકવું, ખાંસી, છીંક, સુંઘવું, અનુસ્વાર અને ચપટી વગાડવી વિગેરે (ફુંક મારવી-સીત્કાર કરવો ઈત્યાદિ) અનક્ષર શ્રુત છે. Jain Education International ऊससियाई दव्वसुयमेत्तमहवा सुअवउत्तस्स । सव्वो च्चिय वावारो, सुयमिह तो किं न चेट्ठावि ||५०२|| For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy