SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) પરપર્યાય પણ સ્વપર્યાય છે. [૨૩૧ ઉત્તર :- ઇટાદિ પર્યાયોનો નાસ્તિપણે સંબંધ ઘટાદિ સિવાય અન્ય સ્થળે વ્યાપ્તિ થકી ઈષ્ટ છે, જો તેમ ન હોય તો સ્વ અને પરનો ભાવ સંભવે નહિ. આજ કારણથી કોઈક અપેક્ષાએ વિશ્વની એકતા માનવામાં કંઈ હરકત નથી. કેમ કે દ્રવ્યાદિરૂપે સઘળું વિશ્વ એક સ્વરૂપ જ છે. આ વિષય અતિગંભીર છે, તેથી સ્થિર બુદ્ધિવાનોએ તેનો બહુ વિચાર કરવો. આ પ્રમાણે ઘટાદિ પર્યાયો નાસ્તિપણે અક્ષરમાં છે અને અસ્તિપણે ઘટાદિમાં છે, પરંતુ અક્ષરમાં અસ્તિપણે નથી. તેથી ઘટાદિ પર્યાયો અક્ષરના પરપર્યાય કહેવાય છે. ૪૭૯. ઘટાદિ પર્યાયો અક્ષરમાં નહિ જોડાયેલા હોવાથી પરપર્યાય કહેવાય છે, તો તે અક્ષરના પર્યાય કેમ કહેવાય ? તે માટે કહે છે. चाय-सपज्जायविसेसणाइणा तस्स जमुवज्जति । सधणमिवासंबद्धं, हवंति तो पज्जया तस्स ॥४८०॥ અભાવરૂપે અને સ્વપર્યાયના વિશેષણઆદિ વડે ઘટાદિ પર્યાયો અક્ષરના છે, કેમકે તે તેમાં ઉપયોગી છે; જેમ ધન ભિન્ન છતાં પણ સ્વધન કહેવાય છે, તેમ તે ઘટાદિ પર્યાયો પણ તે અક્ષરના કહેવાય છે. ૪૮૦. ઘટાદિ પર્યાયો વિદ્યમાનપણે અક્ષરમાં અસંબદ્ધ છે, તો પણ તે પર્યાયો અક્ષરના છે, કેમકે અભાવરૂપે તે તેમાં જોડાયેલા છે. જો ત્યાં તેમનો અભાવ ન હોય, તો તે અક્ષર ઘટાદિ થકી ભિન્ન ન ગણાય, માટે અભાવરૂપે ઘટાદિ પર્યાયો તે અક્ષરમાં જોડાયેલા હોવાથી, તે પર્યાયો તેના છે. વળી સ્વપર્યાયના વિશેષણવડે-વિશેષવ્યવસ્થાપકપણે પરપર્યાયો પણ તેનાં છે, પરપર્યાયો ન હોય તો સ્વપર્યાયો કોઈપણ રીતે જુદા રૂપે સિદ્ધ ન થાય, કારણ કે સ્વ અને પર શબ્દ એક બીજાની અપેક્ષા રાખે છે. આ સંબંધમાં અહીં એવો નિયમ છે કે - “જે જે જેને ઉપયોગી છે, તે તેનાથી ભિન્ન છતાં પણ તેનું કહેવાય છે.” જેમ દેવદત્તાદિકનું ધન ભિન્ન હોવા છતાં દેવદત્તને ઉપયોગી બને છે માટે તે ધન દેવદત્તનું કહેવાય છે તે રીતે સ્વપર્યાયને વિશેષિત કરે છે, અને બીજાથી જુદા પાડવામાં ઉપયોગી હોવાથી, ઘટાદિ પર્યાયો પણ અક્ષરના છે, અને એ પ્રમાણે અક્ષરના પર્યાયો પણ ઘટાદિકના કહેવાય. सधणमसंघद्धपि हु, चेयण्णं पिव नरे जहा तस्स । उवउज्जइति सधणं, भण्णइ तह तस्स पज्जाया ॥४८१॥ જેમ કોઈ પુરૂષમાં સ્વધન અસંબદ્ધ છતાં પણ ચૈતન્યની પેઠે તે ધન તેનું કહેવાય છે, કારણ તે તેને ઉપયોગી છે, તેવી જ રીતે ઘટાદિ પર્યાયો અક્ષરમાં અસંબદ્ધ છતાં પણ તે પર્યાયો અક્ષરના છે. ૪૮૧. એજ વિષય દૃષ્ટાન્તથી વધારે દૃઢ કરે છે. जह सण-नाण-चरित्तगोयरा सबदवपज्जाया । सुद्धेय-नेय-किरियाफलोवओगिति भिन्ना वि ॥४८२॥ जइणो सपज्जया इव सकज्जनिप्फाययत्ति सधणं व । आयाण-च्चायफला तह सब्बे सम्बवण्णाणं ॥४८३॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy