SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮] શ્રુતજ્ઞાનના અનન્ત પર્યાય. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ પ્રશ્ન :- અકારાદિ અક્ષરો સંખ્યાતા હોવાથી તેના સંયોગો પણ સંખ્યાતા જ હોઈ શકે, અનન્તા કેવી રીતે હોય ? ઉત્તર :- અક્ષરો સંખ્યાતા હોવા છતાં પણ સંયોગો અનન્તા છે. કારણ કે પરસ્પર સરખા નહીં એવા પંચાસ્તિકાય સ્કંધ-દેશ-પ્રદેશ-પરમાણુ અને તણુકઆદિ અભિધેય અનન્ત છે. અને અભિધેય (કહેવા યોગ્ય વસ્તુ) અનન્ત હોવાથી અભિધાનો (વસ્તુનાં નામો) પણ અનન્ત છે. તેથી સંયોગો પણ અનન્ત છે. ૪૪૬. એ વાત સ્પષ્ટ કહે છે. अणुओ पएसवुड्डीए, भिन्नरूवाइं, धुवमणंताई। जं कमसो दबाई, हवंति भिन्नाभिहाणाई ॥४४७॥ પરમાણુથી આરંભીને અનુક્રમે એકેક પ્રદેશની વૃદ્ધિએ સર્વદા અનન્તા દ્રવ્યો ભિન્ન ભિન્ન રૂપવાળાં અને ભિન્ન ભિન્ન નામવાળાં છે. ૪૪૭. એક પરમાણુથી આરંભીને અનુક્રમે એકેક પ્રદેશની વૃદ્ધિથી વધતા એક પુદ્ગલાસ્તિકાયમાં પણ સર્વદા અનન્તા દ્રવ્યો ભિન્ન ભિન્ન રૂપવાળાં અને ભિન્ન ભિન્ન નામવાળાં છે. જેમકે પરમાણુદ્વિઅણુક ત્રિઅણુક ચતુરણુક, ઈત્યાદિ છેક અનન્ત પ્રદેશિક પર્યન્ત ભિન્ન ભિન્ન રૂપવાળાં સર્વ છે, અને તે દરેક અનેક નામવાળાં પણ છે. જેમકે અણુ-પરમાણુ-નિરંશ-નિર્ભેદ-નિરવયવ-નિષ્પદેશઅપ્રદેશ વિગેરે, તેમેજ બેઅણુ-બેuદેશી બે ભેદ – બે અવયવ વિગેરે. એજ પ્રમાણે સર્વદ્રવ્ય અને સર્વપર્યાયોમાં યોજવું. ૪૪૭. तेणाभिहाणमाणं, अभिधेयाणंतपज्जवसमाणं । जं च सुयम्मिवि, भणियं अणंतगम-पज्जयं सुत्तं ॥४४८॥ તેથી અભિધાનનું પ્રમાણ, અભિધેયના અનન્તા પર્યાય સમાન છે. કેમકે શ્રુતમાં પણ અનન્તા ગમ અને પર્યાય સૂત્રના કહ્યાં છે. અભિધેય અનન્ત છે, ભિન્નરૂપવાળા છે, અને ભિન્નનામવાળા છે, તેથી અક્ષરસંયોગરૂપ અભિધાનો (નામો)નું પ્રમાણ પણ તેટલું છે, અભિધેયમાં રહેલા પર્યાયના સમૂહ જેટલું તેનું પ્રમાણ છે. એટલે કે જેટલું પ્રમાણ અભિધેયનું છે, તેટલું જ પ્રમાણ અભિધાનનું પણ છે. કેમકે અભિધેયના ભેદથી અભિધાનનો પણ ભેદ હોય છે. કારણ કે જે રૂપે અકારાદિ વર્ણો (અક્ષરો) ઘટાદિ શબ્દમાં સંયુક્ત છે, તેજ સ્વરૂપે પટાદિ શબ્દમાં સંયુક્ત નથી. જો તેજ સ્વરૂપે પટાદિ શબ્દમાં પણ વર્ષો સંયુક્ત હોય, તો ઘટ અને ઘટના સ્વરૂપની પેઠે એક જ શબ્દથી વાચ્ય થવાથી અભિધેય (વસ્તુ)માં એકતાનો પ્રસંગ થાય. માટે અભિય અનન્ત હોવાથી અભિધાન પણ અનન્ત છે. અને સૂત્રમાં પણ કહ્યું છે કે “અનન્તા ગમ અને અનન્તા પર્યાયવાળાં (સૂત્રો) છે.” આથી એ સિદ્ધ થયું કે સંયુક્ત અને અસંયુક્ત અક્ષર સંયોગો અનન્તા છે. ૪૪૮. (૧૮) વત્તો મે વાળવું, સત્તા સુચનાપાસવથડાયો ? चोद्दसविहनिक्रोवं, सुयनाणे आवि वोच्छामि ॥४४९॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy