SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪] મતિજ્ઞાનમાં સ્પર્શનાદિ દ્વારો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ આવે છે, મનુષ્યગતિમાં નથી આવતા, આ સંબંધમાં કહ્યું છે કે-“સત્તમહિનેરા સેવાય ગવંતસ્ત્વટ્ટા, ન ચ પાવે માળુરૂં' એટલે સાતમી પૃથ્વીના નારકીઓ, તેઉ અને વાઉકાયમાંથી નીકળેલા જીવો સીધું મનુષ્યપણુ પામતા નથી. અને સમ્યક્ત્વ સહિત દેવ તથા નારકીઓ મનુષ્યોમાંજ આવે છે. આ ઉપરથી સમજાય છે કે તિર્યંચગતિમાં જના૨ા સાતમી પૃથ્વીના નારકીઓ મિથ્યાત્વસહિતજ તિર્યંચગતિમાં આવે છે, પણ સમ્યક્ત્વ સહિત નથી આવતા. ૪૩૧. સ્પર્શનાદ્વાર :- જે પ્રદેશમાં અવગાહીને રહેલ હોય તે પ્રદેશ ક્ષેત્ર કહેવાય, અને એ અવગાહનથી બહારનું બીજું પણ ક્ષેત્ર સ્પર્શેલું હોય તે સ્પર્શના કહેવાય. સિદ્ધાંતમાં એક પ્રદેશની અંદર અવગાહી રહેલા પરમાણુનું ક્ષેત્ર એકપ્રદેશનું કહ્યું છે,અને સાત પ્રદેશોની તેની સ્પર્શના કહી છે. એટલે કે જે એકપ્રદેશમાં અવગાહી રહેલ હોય તે એક પ્રદેશ, અને બીજા છ દિશાના છ આકાશપ્રદેશ, એમ સર્વ મળીને એક પરમાણુને સાત પ્રદેશની સ્પર્શના હોય છે. સ્પર્શના અને ક્ષેત્રનો એટલો તફાવત છે. ૪૩૨. અથવા જ્યાં અવગાહીને રહેલ હોય તે ક્ષેત્ર કહેવાય અને વિગ્રહગતિએ જે ક્ષેત્ર સ્પર્શ થાય તે સ્પર્શના અથવા ક્ષેત્ર દેહ પ્રમાણ છે અને સંચરતાં સ્પર્શના થાય છે. ૪૩૩. એક આભિનિબોધિકજ્ઞાનવાળાની જે ક્ષેત્ર સ્પર્શના છે, તે કરતાં સર્વ આભિનિબોધિકજ્ઞાનવાળાની ક્ષેત્ર સ્પર્શના અસંખ્યાતગુણી છે, કેમકે બધા મળીને આભિનિબોધિક જ્ઞાનવાળા જીવો અસંખ્યાતા છે. કાળદ્વાર :- મતિજ્ઞાનનો કાળ બે પ્રકારે છે. ઉપયોગથી અને લબ્ધિથી. તેમાં એક જીવનો મતિઉપયોગ કાળ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્તનો હોય છે, તે પછી ભિન્ન ઉપયોગ પામે છે. તથા સર્વ લોકગત અનેક આભિનિબોધિક જ્ઞાનવાળાઓનો ઉપયોગકાળ પણ તેટલો જ છે. પરંતુ તે અન્તર્મુહૂર્ત મોટું જાણવું. ૪૩૪. જેણે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું હોય એવા એક જીવને મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમ રૂપ આભિનિબોધિક જ્ઞાનની લબ્ધિનો કાળ જઘન્યથી અન્તર્મુહૂર્તનો છે, તે પછી મિથ્યાત્વ અથવા કેવળજ્ઞાન પ્રાપ્ત થાય, અને ઉત્કૃષ્ટથી છાસઠ સાગરોપમથી અધિક કાળ પર્યન્ત તે જ્ઞાનલબ્ધિનો કાળ છે. ૪૩૫. પ્રશ્ન :- એટલો બધો કાળ કેવી રીતે પૂર્ણ થાય ? તેમજ સર્વજીવોની અપેક્ષાએ તે લબ્ધિનો કાળ કેટલો હોય ? ઉત્તર કોઈ મુનિ મતિજ્ઞાન સહિત દેશોનક્રોડપૂર્વપર્યન્ત દીક્ષા પાળીને વિજય-વૈજયન્તજયન્ત-અને અપરાજિત એમાંના કોઈપણ વિમાનમાં ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમનું આયુષ્ય અનુભવીને પુનઃ મતિજ્ઞાનથી પડ્યા સિવાય મનુષ્યમાં ઉત્પન્ન થાય. ત્યાં પૂર્વક્રોડ પર્યંત ફ૨ી દીક્ષા પાળીને પુનઃ વિજયાદિવિમાનોમાં ઉત્કૃષ્ટ દેવાયુ અનુભવે, વળી પાછો ત્યાંથી મતિજ્ઞાન સહિત મનુષ્ય થઈ પૂર્વક્રોડવર્ષ આયુ ભોગવીને સિદ્ધિ પામે, એ પ્રમાણે વિજયાદિમાં બે વાર જનારાને અથવા બાવીસ સાગરોપમની સ્થિતિવાળા અચ્યુત દેવલોકમાં ત્રણવાર જનારાને છાસઠ સાગરોપમથી અધિકકાળ થાય. તેમાં છાસઠ સાગરોપમ ઉપરનો જે કાળ કહ્યો છે, તે મનુષ્યભવ સંબંધી ત્રણ અથવા ચાર Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy