SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ ] ભાષાનો ગ્રહણ નિસર્ગ વિચાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ तणुजोगो च्चिय मण-वइजोगा काएण दब्बगहणाओ। आणापाण व्ब न चे, तओऽवि जोगंतरं होज्जा ॥३६०॥ तुल्ले तणुजोगत्ते, कीस व जोगंतरं तओ न कओ ? । मण-वइजोगा व कया, भण्णइ ववहार सिद्धत्थं ॥३६१॥ कायकिरियाइरितं, नाणापाणुप्फलं जइ वईए । दीसइ मणसो य फुडं, तणुजोगभंतरो तो सो ॥३६२॥ अहवा तणुजोगाहिअवइदव्बसमूह जीववावारो । सो वइजोगो भण्णइ, वाया निसिरिज्जए तेणं ॥३६३।। तह तणुवावाराहि अमणदबसमूह जीववावारो । सो मणजोगो भण्णइ, मण्णइ नेयं जओ तेणं ॥३६४॥ ગાથાર્થ - કાયયોગ વડે (શબ્દદ્રવ્ય) ગ્રહણ કરે છે, અને વચનયોગ વડે બહાર કાઢે છે. તેને એકાંતરે ગ્રહણ કરે છે અને એકાંતરે જ ત્યાગ કરે છે. જો કાયયોગ વડે (શબ્દદ્રવ્ય) ગ્રહણ કરે છે, તો વચનયોગ વડે કેવી રીતે મૂકે છે ? અથવા એ વચનયોગ શું વાચા છે, કે કાયાનો વ્યાપાર છે? વાચા તો જીવનો વ્યાપાર નથી, કેમકે તે રસઆદિની પેઠે પુદ્ગલનો પરિણામ છે. વળી વાચા વડે શબ્દ મૂકાય નહિ, કેમકે તે વાચા પોતે જ મૂકાય છે, જો વચનયોગ તે કાયાનો વ્યાપાર હોય, તો કાર્યયોગ વડે શબ્દ બહાર કાઢે છે, એમ કહેવું જોઈએ. ઉત્તર-મનોયોગ અને વચનયોગ તે કાયયોગ વિશેષ જ છે. તેથી (એમ કહેવામાં) કંઈ દોષ નથી. ૩૫૫ થી ૩૫૮: જે કાયયોગ વડે શબ્દ મૂકાય છે તે વચનયોગ, અને જે કાયયોગ વડે મનન કરાય છે તે મનોયોગ. એમ કાયયોગ જ (ઉપાધિ ભેદ) ત્રણ પ્રકારે છે. કાયયોગવડે દ્રવ્ય ગ્રહણ થાય છે, માટે શ્વાસોશ્વાસની પેઠે મનોયોગ ને વચનયોગ તે કાયયોગ જ છે, જો એમ ન હોય તો શ્વાસોશ્વાસ પણ જુદો યોગ ગણાય. (પ્રશ્ન) કાયયોગ સમાન હોવા છતાં શ્વાસોશ્વાવાસને જુદો યોગ શા માટે ન ગમ્યો, અને મનોયોગ તથા વચનયોગને જુદા ગણ્યા ? (ઉત્તર) વ્યવહારની સિદ્ધિ માટે. અર્થાત્ જેમ વચનયોગ અને મનોયોગનું ફળ કાયિકક્રિયાથી પ્રગટ રીતે જુદું જણાય છે. તેમ શ્વાસોશ્વાસનું ફળ કાયિકક્રિયાથી જુદું જણાતું નથી, તેથી તે કાયયોગની અન્તર્ગત ગણ્યો છે. અથવા કાયયોગ વડે ગ્રહણ કરેલા વચન દ્રવ્યના સમૂહથી જીવનો વ્યાપાર, તે વચનયોગ કહેવાય છે, કેમકે તે વડે વચન નીકળે છે. તથા કાયયોગ વડે ગ્રહણ કરેલ મનોદ્રવ્યના સમૂહથી જીવનો વ્યાપાર, તે મનોયોગ કહેવાય છે, કેમકે તે વડે શેયવસ્તુનું મનન થાય છે. ૩૫૯ થી ૩૬૪. યોગ એટલે વ્યાપાર-કર્મ અથવા ક્રિયા, સર્વ વક્તાઓ કાયયોગ વડે (કાયાના વ્યાપાર વડે) શબ્દદ્રવ્ય ગ્રહણ કરે છે અને વચનયોગ વડે મૂકે છે. એ પ્રમાણે દરેક સમયે ગ્રહણ કરે છે ને મૂકે છે. જેમ એક ગામથી બીજું ગામ ગ્રામાન્તર કહેવાય છે, અથવા અંતર રહિત છતાં એક પુરૂષથી બીજો પુરૂષ પુરૂષાંતર કહેવાય છે તેવી જ રીતે એક સમયથી બીજો સમય તે સમયાંતર કહેવાય છે તેમાં ગ્રહણ કરે છે અને તેમાં મૂકે છે. ૩૫૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy