SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨] અવગ્રહ સંશય આદિ જ્ઞાનરૂપ છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ નહિ, જો એમ ન હોય તો કોદરા વિગેરેના બીજથી ડાંગર આદિની પ્રાપ્તિ થવી જોઇએ, પણ થતું નથી. માટે જેવું કારણ હોય તેવું જ કાર્ય થાય. ૩૧૦. પ્રકાશ-વિષય વિગેરે મતિજ્ઞાનના બાંધનિમિત્ત છે, એમ વિષયાદિના સ્પષ્ટ અવ્યક્ત-મધ્યમઅલ્પ-મહતું-નજીક દૂર આદિ ભેદોથી બાહ્યનિમિત્તની વિચિત્રતા છે. આવરણોનો ક્ષયોપશમઉપયોગ-અને ઉપકરણેન્દ્રિય એ અભ્યત્તર નિમિત્ત છે. તેના પણ શુદ્ધ-અશુદ્ધ-મધ્યમાદિ ભેદોથી અભ્યત્તરનિમિત્તની વિચિત્રતા છે. એ ઉભય નિમિત્તની વિચિત્રતાથી ઉપર કહ્યા પ્રમાણે મતિજ્ઞાનના ઘણા ભેદ કહ્યા છે. એજ મતિજ્ઞાન યથોક્ત બે નિમિત્તના કિંચિત્માત્ર ભેદથી અનન્તભેદવાળું પણ કહેવાય છે. કેમ કે સામાન્યથી મતિજ્ઞાનવાળા જીવો અનન્તા છે, તેમના ક્ષયોપશમના ભેદે મતિજ્ઞાનના પણ તેટલાજ ભેદો થાય છે. ૩૧૧. પ્રશ્ન :- સંશયઆદિની જેમ, અવગ્રહઆદિમાં સ્પષ્ટ અર્થનું ભાન નથી થતું, તેથી તે જ્ઞાનરૂપ ન જણાતા હોવાથી, અવગ્રહઆદિ મતિજ્ઞાનના ભેદ કેવી રીતે હોઈ શકે ? ઉત્તર :- તારી તે માન્યતા અયોગ્ય છે, કારણ કે અવગ્રહમાં જ્ઞાન થાય છે. इह संसयादणंतभावाओऽवग्गहादयो नाणं । अणुमाणमिवाह, न संसयाइसब्भावओ तेसुं ॥३१२।। ननु संदिद्धे संसय-विवज्जया संसओऽहवेहावि । 'वच्चासो वा निस्सियमवग्गहोऽणज्झवसियं तु ॥३१३॥ इह सज्झमोग्गहाईण, संसयाइत्तणं तहवि नाम । अब्भुवगंतुं भण्णइ, नाणं चिय संसयाईया ॥३१४॥ वत्थुस्स देसगमगत्तभावओ परमतप्पमाणं व । किह वत्थुदेसविण्णाणहेयवो, सुणसु तं वोच्छं ।।३१५॥ इह वत्थुमत्थ-वयणाइपज्जयाणंतसत्तिसंपन्नं । तस्सेगदेसविच्छेयकारिणो संसयाईया ॥३१६॥ અહીં સંશયઆદિથી ભિન્ન એવા અવગ્રહઆદિ અનુમાનની જેમ જ્ઞાન છે ? ના. તેમાં સંશયઆદિ હોવાથી તે જ્ઞાન નથી. સંદેહમાં સંશય અને વિપર્યાસ છે, ઇહા પણ સંશયરૂપ છે. અથવા નિશ્રિત એ વિપર્યાસરૂપ છે, અને અવગ્રહ અનધ્યવસાયરૂપ છે. અહીં અવગ્રહાદિમાં સંશયાદિપણું સિદ્ધ કરવાનું છે તો પણ દલીલ ખાતર, સંશયાદિ જ્ઞાનજ છે એમ અમે કહીએ છીએ. બીજાઓએ માનેલા પ્રમાણની પેઠે (સંશયઆદિ) વસ્તુના એક દેશને જણાવનાર હોવાથી જ્ઞાન છે. તે કેવી રીતે વસ્તુના એક દેશના વિજ્ઞાનના હેતુઓ છે ? સાંભળ, તે કહીએ છીએ. અહીં જે કોઇ વસ્તુ છે, તે બધી અર્થ અને વચનાદિના અનન્તપર્યાયરૂપ શક્તિયુક્ત છે. તે વસ્તુના એક દેશને ગ્રહણ કરનારા સંશયાદિ છે. ૩૧૨-૩૧૬. સંશય-વિપર્યય અને અનધ્યવસાયથી અવગ્રહઆદિ ભિન્ન હોવાથી, અનુમાનની જેમ જ્ઞાનરૂપ છે. આ હેતુમાં સંશયઆદિરૂપ નહિ એવા ગન્ધાદિ પુદ્ગલ દ્રવ્ય સાથે અસંગતિ હોવાથી, આત્મધર્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy