SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ ] મૂક અને અમૂકનાં ભેદથી મતિશ્રુતનો વિચાર [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ અથવા હસ્તાદિકની ચેષ્ટાઓ શબ્દાર્થ રૂપ જ છે. (એટલે વક્તાએ કહેલા શબ્દના અર્થને સાંભળનારના જ્ઞાનમાં જણાતા તદભિધેય વસ્તુરૂપ શ્રુત છે.) કારણ કે તે ચેષ્ટા વડે ભોજનની ઇચ્છાનું શબ્દાર્થમાં પ્રતીતિ કરનારને પ્રત્યય (જ્ઞાન) થાય છે. વળી ચેષ્ટા કરનાર પણ જીવ્યાદિના રોગને લીધે શબ્દોચ્ચારનું સામર્થ્ય ન હોવાથી ભોજનની ઇચ્છાદિ અભિપ્રાય બીજાને જણાવવા માટે હસ્તમુખાદિના સંયોગરૂપ ચેષ્ટા કરે છે. જો કે હસ્તાદિકની ચેષ્ટા પછીથી અવગ્રહાદિ ઉત્પન્ન કરે છે, તો પણ તે ચેષ્ટા શ્રુતજ્ઞાનરૂપજ છે, કારણ કે તે વડે શબ્દાર્થ પ્રત્યય જ્ઞાન થાય છે. તે ચેષ્ટાઓ શબ્દાર્થ પ્રત્યય કરનાર હોવાથી કારણમાં કાર્યોપચાર કરવા વડે તે શ્રુતજ્ઞાનરૂપ જ છે, પણ મતિજ્ઞાનરૂપ નથી. ચેષ્ટા કરનાર “આ ખાવાને ઇચ્છે છે” એમ બીજાને જણાવવા માટે ભાષણ શક્તિના અભાવે ચેષ્ટા કરે છે, અને તેથી કર્તા શબ્દાર્થ પ્રગટ કરવાના અભિપ્રાયથી હસ્તઆદિની ચેષ્ટા કરતો હોવાથી તે શબ્દાર્થરૂપ-શ્રુતજ્ઞાન જ છે. તેમજ એ ચેષ્ટા શ્રુતનું કારણ હોવાથી શબ્દની પેઠે શ્રુતમાં સમાવેશ પામે છે પણ મતિમાં નહિ. આમ હોવાથી ચેષ્ટા ખરી રીતે મતિનું કારણ જ નથી થતી, તેથી કારણદ્વારા પણ મતિજ્ઞાન પરપ્રત્યાયક નથી, શ્રુતજ્ઞાન તો કારણ દ્વારા પરપ્રત્યાયક છે. માટે તે પ્રમાણે મૂક અને અમૂકના ભેદથી મતિનો ભેદ યોગ્ય છે. ૧૭૫. એ પ્રમાણે મતિ-શ્રુતનો તફાવત તેના લક્ષણઆદિ ભેદ વડે કહ્યો; મતિ-શ્રુતના ભેદ વિચારનો અધિકાર સંપૂર્ણ થયો. ૧૭૧-૧૭૬. હવે મતિજ્ઞાનની વ્યાખ્યા સવિસ્તર કહેવાશે इंदिय - मणोनिमित्तं तं सुयनिस्सियमहेयरं च पुणो । तत्थेक्केक्कं चउभेयमुग्गहो-प्पत्तियाइयं ॥ १७७॥ (૨) મદુ Íદ ગવાઞો ય, ધારા વ ઢોતિ ચતાર । आभिणिबोहियनाणस्स, भेयवत्थू समासेणं ॥। १७८ ।। (ર) અસ્થાનં મદમિ, મ્મદો તદ વિયાનાં ર્રા । ववसायं सेवाओ, धरणं पुण धारणं बेति ॥ १७९ ।। सामण्णत्थावग्गहणमुग्गहो भेयमग्गणमहेहा । तस्सावगमोऽवाओ अविच्चुइ धारणा तस्स ॥१८०॥ ઇન્દ્રિય-મનોનિમિત્તજ્ઞાન શ્રુતનિશ્રિત તથા અશ્રુતનિશ્રત એમ બે પ્રકારે છે. તે દરેક અનુક્રમે અવગ્રહાદિ તથા ઔત્પાતિકી વિગેરે ચાર ચાર પ્રકારે છે. અવગ્રહ-ઇહા-અપાય અને ધારણા એ (શ્રુતનિશ્રિત) આભિનિબોધિકજ્ઞાનના સંક્ષેપથી ચાર ભેદ છે. અર્થને ગ્રહણ કરવું તે અવગ્રહ, તેની વિચારણા તે ઇહા, વ્યવસાય (નિશ્ચય) તે અપાય, અને ધારી રાખવું તે ધારણા કહેવાય છે. સામાન્યપણે અર્થનું ગ્રહણ તે અવગ્રહ, તે ભેદનો વિચાર કરવો તે ઇહા, સંબંધી નિશ્ચય અપાય, અને તેની અવિચ્યુતિ તે ધારણા. ૧૭૭ થી ૧૮૦. ઇન્દ્રિય-મનોનિમિત્ત આભિનિબોધિક જ્ઞાન બે પ્રકારે છે. એક શ્રુતનિશ્ચિત અને બીજું અશ્રુતનિશ્રિત, વ્યવહારકાળની પૂર્વે સંકેતકાળે થયેલ પરોપદેશ, અને ગ્રંથરૂપી શ્રુતવડે સંસ્કાર પામેલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy