________________
૮૪ ]
મતિશ્રુતનું વિશેષ વિવરણ
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
સ્થાનગત હોય છે, તે કારણથી જે સૂત્ર તે પ્રરૂપણીયભાવોનો અનંતમો ભાગ છે. અક્ષરલાભ વડે (સર્વ) ચઉદપૂર્વધરો સમાન છે, (પણ) મતિવિશેષથી તેઓ ન્યૂનાધિક હોય છે, તે મતિવિશેષો પણ શ્રુતજ્ઞાનની અત્યંતર છે. જે અક્ષારાનુસારે (શ્રુતગ્રંથાનુસારે) મતિવિશેષો થાય છે તે સર્વ શ્રુત છે, અને જે શ્રુતની અપેક્ષા વિના થાય છે તે નિશ્ચય મતિજ્ઞાન છે. ૧૪૦ થી ૧૪૪.
પ્રશ્ન :-પ્રભો ! ભાવશ્રુત અને મતિજ્ઞાનમાં જણાયેલા ભાવો એટલા બધા શાથી કહ્યા છે કે જેનો અનંતમો ભાગ જ આખા જીવન પર્યંતમાં બોલી શકાય છે ?
ઉત્તર :- આગળ કહેવાશે તે પ્રમાણે આગમમાં મતિશ્રુતના ભાવો તેટલા જણાવેલ છે. જેવા કે ઉર્ધ્વ-અધો-અને તિછલોકમાં રહેલા પૃથ્વી-ભવન-વિમાન-નક્ષત્ર-તારા-ચંદ્ર-સૂર્ય-ગ્રહ વિગેરે સર્વ પ્રરૂપણીય ભાવો (વચનથી કહી શકાય તેવા પદાર્થો) અનભિલાપ્ય ભાવોના અનંતમા ભાગે છે, અને તે પ્રરૂપણીયભાવોનો અનંતમો ભાગ જ ચૌદપૂર્વરૂપ શ્રુતમાં ગણધર ભગવાનોએ રચેલો છે.
પ્રશ્ન :- પ્રરૂપણીયભાવોનો અનંતમો ભાગ જ શ્રુતમાં રચાયેલો છે એમ શાથી જણાય ? ૧૪૧. ઉત્તર :- કારણ કે ચૌદપૂર્વધરો ન્યૂનાધિકપણે છ સ્થાનપતિત હોય છે. એટલે કે કોઈ ઉત્કૃષ્ટ પૂર્વધર સર્વ અભિલાપ્ય વસ્તુને જાણે છે. તેમનાથી બીજાઓ હીન-હીનતરઆદિ જાણે છે. એ માટે “अणन्तभागहीणे वा असंखेज्जभागहीणे वा संखेज्जभागहीणे वा संखेज्जगुणही આગમમાં કહ્યું છે કે વા, સંએગ્ગમુળદ્વીપે, વા, ગળન્તમુદ્દીને વા.” । કોઈ અનંતમા ભાગે હીન હોય, કોઈ અસંખ્યાતમા ભાગે હીન હોય, કોઈ સંખ્યાતમા ભાગે હીન હોય. કોઈ સંખ્યાતગુણે હીન હોય, કોઈ અસંખ્યાતગુણે હીન હોય, અને કોઈ અનન્તગુણે હીન હોય, જે સર્વથી થોડા અભિલાપ્ય ભાવોને જાણે છે તે જઘન્ય ચૌદ પૂર્વધર હોય છે, તેમનાથી જે વધારે વધારે અભિલાપ્ય ભાવોને જાણે, તે અધિકઅધિકતરઆદિ હોય છે. એ સંબંધમાં પણ કહ્યું છે કે - “ગન્તમાનપ્રક્ષિણ વા, ગસંએગ્ગમાનહિ! बा, संखेज्जगुणअब्भहिए वा, संखेज्जभागअब्भहिए वा, असंखेज्जगुणब्भहिए वा, अणंतगुणअब्भहिए વ.” એટલે કોઈ અનંતભાગે અધિક હોય, કોઈ અસંખ્યાતમે ભાગે અધિક હોય, કોઈ સંખ્યાભે ભાગે અધિક હોય, કોઈ સંખ્યાતગુણ અધિક હોય, કોઈ અસંખ્યાતગુણ અધિક હોય અને કોઈ અનન્તગુણ અધિક હોય. આ પ્રમાણે ચૌદપૂર્વધરો છ સ્થાનપતિત હોય છે, તેથી ચૌદપૂર્વરૂપ સૂત્ર પ્રરૂપણીયભાવોના અનંતમા ભાગે જ છે. જેટલા પ્રરૂપણીય ભાવો છે તેટલા સર્વસૂત્રમાં યોજેલા હોય તો, તેને જાણનારાઓ સમાન જ્ઞાતા થાય, પણ છ સ્થાનપતિત ન થાય. ૧૪૨. પ્રશ્ન :- જે ચૌદપૂર્વધરો હોય તેઓમાં પરસ્પર ન્યૂનાષિકપણું શાથી થાય છે.?
ઉત્તર :- બધા ચૌદપૂર્વધરો ચૌદપૂર્વગત અક્ષરના લાભથી તો સમાન છે, પરંતુ મતિવિશેષથી (ક્ષયોપશમની વિચિત્રતાથી યથોક્ત અક્ષરલાભને અનુસારી જાણવા યોગ્ય પદાર્થ વિષય સંબંધી વિચિત્રબુદ્ધિથી) હીન અધિક હોય છે. અહીં મતિવિશેષ કહેલ છે, તેથી આભિનિબોધિકજ્ઞાન ન સમજવું, પણ શ્રુતબુદ્ધિ સમજવી. જે મતિવિશેષ વડે ચૌદ પૂર્વ જાણનારા ન્યૂનઅધિક હોય છે, તે પણ મતિવિશેષ, શ્રુતજ્ઞાનની અત્યંતર જાણવા, મતિજ્ઞાનની અભ્યન્તરગત ન જાણવા.
Jain Education International
–
For Private & Personal Use Only
www.jainelibrary.org