________________
( ૧૨ )
बिम्बपरीक्षा प्रकरणम् बहुदुक्ख वक्कनासा हस्संगा खयंकरी य नायव्वा । नयणनासा कुनयणा अप्पमुहा भोगहाणिकरा ॥४६।। જે મૂર્તિ વાંકા નાકવાળી હોય તો બહુ દુ:ખ દેવાવાળી, ટૂંકા અવયવની હોય તો ક્ષય કરવાવાળી, ખરાબ આંખવાળી હોય તો આંખનો નાશ કરવાવાળી અને સાંકડા મુખવાળી હોય તો ભોગની હાનિકારક જાણવી ૪૬
कडिहीणायरियहया सुयबंधवं हणइ हीणजंघा य । हीणासण रिद्धिहया धणक्खया हीणकरचरणा ॥४७॥ જે પ્રતિમા કમરહીન હોય તો આચાર્યનો નાશ કરે, હીન જાંઘવાળી હોય તો પુત્ર, મિત્ર અને ભાઈનો નાશ કરે, હીન આસનવાળી હોય તો રિદ્ધિનો નાશ કરે અને હીન હાથપગવાળી હોય તો ધનનો ક્ષય કરે ૪છા
उत्ताणा अत्थहरा वंकग्गीवा सदेसभंगकरा ।।
अहोमुहा य सचिंता विदेसगा हवइ नीचुच्चा ॥४८॥ જે પ્રતિમા ઊંચા મુખવાળી હોય તો ધનનો નાશ કરે, વાંકી ગરદનવાળી હોય તો સ્વદેશનો ભંગ કરે, નીચા મુખવાળી હોય તો ચિત્તા ઉત્પન્ન કરાવે તથા ઊંચી નીચી હોય તો વિદેશગમન કરાવે ૪૮૫
' विसमासण-वाहिकरा रोरकरण्णायदव्वनिप्पन्ना । .हीणाहीयंगपडिमा सपक्खपरपक्खकट्ठकरा ॥४९||
જે મૂર્તિ વિષમ આસનવાળી હોય તો તે વ્યાધિકારક જાણવી, તથા અન્યાયથી પેઘ કરેલા દ્રવ્યથી બનાવેલી હોય તો તે મૂર્તિ દુષ્કાળ આદિ કરવાવાળી જાણવી. તથા ઓછા અથવા અધિક અંગવાળી હોય તો સ્વપક્ષ (પ્રતિષ્ઠા કરવા વાળાને) તથા પરપક્ષ (પૂજા કરવાવાળા) ને કષ્ટ દેવાવાળી જાણવી સલા
पडिमा रउद्द जा सा करावयं हंति सिप्पि अहियंगा । . दुब्बलदव्वविणासा किसोअरा कुणइ दुब्भिक्खं ॥५०॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org