________________
( ૧૨ )
वास्तुसारे મલ્લિીનાથ, નેમનાથ અને મહાવીર સ્વામી એ ત્રણ તીર્થંકરોની મૂર્તિ શ્રાવકે ઘરમાં પૂજવી જોઈએ નહિ. પરંતુ એકવીસ તીર્થંકરોની મૂર્તિ ઘરમાં શાંતિકારક અને પૂજનીય તથા વંદનીય છે
'नेमिनाथो वीरमल्ली-नाथो वैराग्यकारकाः ।
त्रयो वै भवने स्थाप्या न गृहे शुभदायकाः ॥" નેમનાથ, મલ્લિીનાથ અને મહાવીર સ્વામી એ ત્રણે તીર્થંકર વૈરાગ્યકારક છે, તે માટે એ ત્રણે તીર્થંકરોની મૂર્તિ દેહરાસરમાં સ્થાપવી શુભકારક છે, પરંતુ ઘર દેહરાસરમાં સ્થાપવી શુભકારક નથી.
इक्कंगुलाइ पडिमा इक्कारस जाव गेहि पूइज्जा ।
उड्ढं पासाइ पुणो इअ भणियं पुव्वसूरीहिं ॥४॥ ઘર દેરાસરમાં એક આંગળથી તે અગિયાર આંગળ સુધીની ઊંચી મૂર્તિ પૂજવા લાયક છે. અને અગિયાર આંગળથી વધારે ઊંચી હોય તે મંદિરમાં પૂજવા લાયક છે, એમ પૂર્વાચાર્યો કહે છે ૪૩ प्रतिमानुं शुभाशुभ लक्षण
नह–अंगुलीअ-बाहा-नासा पय-भंगिणुक्कमेण फलं ।
सत्तुभयं देसभंगं बंधण-कुलनास-दव्वक्खयं ॥४४॥ મૂર્તિનાં નખ, આંગળી, ભુજા, નાક અને પગ એટલાં અંગોમાંથી કોઈ અંગ ખંડિતવાળી મૂર્તિ હોય તો તે અનુક્રમે શગુનો ભય, દેશનો વિનાશ, બંધનકારક, કુલનો નાશ અને દ્રવ્યનો ક્ષય કરવાવાળી છે જા
पयपीढ-चिण्ह-परिगर-भंगे जन-जाण-भिच्च-हाणि कमे
छत्त-सिरिवच्छ-सवणे लच्छी-सुख-बंधवाण खयं ॥४५|| પાદપીઠ, ચિહન અને પરિકરનાં ભંગવાળી મૂર્તિ હોય તો તે અનુક્રમે સ્વજન, વાહન અને સેવકની હાનિકારક જાણવી. તથા છત્ર, શ્રીવત્સ અને કાનનાં ખંડિતવાળી મૂર્તિ હોય તો તે અનુક્રમે લક્ષ્મી સુખ અને બાંધવોની હાનિકારક જાણવી ૪પા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org