________________
बिम्बपरीक्षा प्रकरणम्
( ૧૨ ) આચારદિનકરમાં કહ્યું છે કે –
"धातुलेप्यमयं सर्व व्यङ्गं संस्कारमर्हति । काष्ठपाषाणनिष्पन्न संस्कारार्ह पुनर्नहि ॥ प्रतिष्ठिते पुनर्बिम्बं संस्कारः स्यान्न कर्हिचित् । संस्कारे च कृते कार्या प्रतिष्ठा ताद्दशी पुनः ॥ संस्कृते तुलिते चैव दुष्टस्पृष्टे परीक्षिते ।
हते बिम्बे च लिगडे च प्रतिष्ठा पुनरेव हि ॥" ધાતુની અને ઈંટ, ચૂના, માટી, ચિત્રામણ આદિ લેપમયની પ્રતિમા જો વિકલાંગ હોય અથવા તે ખંડિત થઈ જાય તો તે પ્રતિમા બીજી વાર સંસ્કારને લાયક છે, અર્થાત્ તે જ મૂર્તિને બીજી વાર સુધારી બનાવી શકાય. પરંતુ કાષ્ઠ યા પાષાણની પ્રતિમા ખંડિત થઈ જાય તો તે મૂર્તિ બીજી વાર સુધારી કે બનાવી શકાય નહિ. પ્રતિષ્ઠા થયા પછી કોઈ પણ મૂર્તિનો સંસ્કાર થાય નહિ. કદાચ કારણવશ સંસ્કાર કરવાની જરૂર પડે તો તે મૂર્તિની બીજી વાર પહેલા કરેલ વિધિ પ્રમાણે પ્રતિષ્ઠા કરાવવી જોઈએ. કહ્યું છે કે પ્રતિષ્ઠા થયા પછી જે મૂર્તિનો સંસ્કાર કરવો પડે, તોલવી પડે, દુષ્ટમનુષ્યનો સ્પર્શ થઈ જાય, પરીક્ષા કરવી પડે. અથવા ચોર ચોરી કરી જાય, ઈત્યાદિ કારણોને લીધે તે મૂર્તિની બીજી વાર પ્રતિષ્ઠા કરવી જોઈએ. घरमंदिरमा पूजवा लायक मूर्तिओन स्वस्प' पाहाणलेवकट्ठा दंतमया चित्तलिहिय जा पडिमा ।
अप्परिगरमाणाहिय न सुंदरा पूयमाणगिहे ॥४२।। જે પ્રતિમા પાષાણની, લેપની, કાષ્ઠની, દાંતની તથા ચિત્રામણની હોય અથવા પરિકર રહિત હોય તથા અગિયાર આંગળ કરતાં વધારે ઊંચી હોય તો તે પ્રતિમા ઘરમાં રાખીને પૂજવી સારી નહિ ૪રા . - પરિકરવાળી મૂર્તિ અરિહંતની અને વિના પરિકરવાળી મૂર્તિ સિદ્ધની કહેવાય છે. સિદ્ધની મૂર્તિ ઘરમાં પૂજવા લાયક ગણાય નહિ જેથી તે મંદિરમાં પૂજવી જોઈએ. શ્રી સકલચંદ્રોપાધ્યાય કૃત પ્રતિષ્ઠાકલ્પમાં લખે છે કે
"मल्ली नेमी वीरो गिहभवणे सावए ण पूइज्जइ इगवीसं तित्थयरा संतिगरा पूइया वंदे ॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org