________________
( ૧૪ ).
वास्तुसारे જો પ્રતિમા રૌદ્ર (ભયાનક) હોય તો કરાવનારનો નાશ કરે, અધિક અંગવાળી હોય તો શિલ્પી(કારીગર)નો નાશ કરે, દુર્બલ અંગવાળી હોય તો દ્રવ્યનો નાશ કરે અને કૃશપેટવાળી હોય તો દુર્મિક્ષ કરે ૫૦
उड्ढमुही धणनासा अप्पूया तिरि अदिट्ठि विनेया ।
अइघट्टदिट्ठि असुहा हवइ अहोदिट्ठि विग्घकरा ॥५१॥ . પ્રતિમા ઊંચા મુખવાળી હોય તો ધનનો નાશ કરે, તિરછી દૃષ્ટિવાળી હોય તો તિરસ્કાર કરાવે, અધિક ગાઢ દૃષ્ટિ હોય તો અશુભ જાણવી અને નીચી દૃષ્ટિ હોય તો વિઘકારક જાણવી. પલા देवोना शस्त्र केवी रीते राखवां
चउभवसुराण आयुह हवंति केसंत उप्परे जइ ता ।
करणकरावणथप्पणहाराण प्पाणदेसहया ॥५२॥ ચાર નિકાયના (ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક એ ચાર જાતના) દેવોની મૂર્તિનાં શસ્ત્ર માથાના કેશની ઉપર સુધી રાખેલાં હોય તો તે મૂર્તિ કરવાવાળા કરાવવાવાળા અને સ્થાપન કરવાવાળાના પ્રાણનો અને દેશનો વિનાશ કરનારી જાણવી પર
આ પ્રમાણે સામાન્ય પણે દેવોનાં શસ્ત્રો રાખવાનો નિયમ કહ્યો, તે બધા દેવોને માટે હોય તેમ લાગતું નથી, કારણ કે ભૈરવ, ભવાની, દુર્ગા, કાલી આદિ દેવોનાં શસ્ત્રો માથા ઉપર ગયેલા તેમની મૂર્તિઓમાં જોવામાં આવે છે, તેથી એમ જણાય છે કે ઉપરનો નિયમ શાંત સ્વભાવવાળા દેવોને માટે હશે. ભયાનક સ્વભાવવાળા દેવોના હાથમાં ખપ્પર અથવા મસ્તક ઘણું કરીને રહે છે, તે અસુરોનો સંહાર કરતા જણાય છે, તે માટે તેમના શસ્ત્ર ઉગામે રહેવાથી માથા ઉપર જાય તે સ્વાભાવિક છે, તેથી તેનો દોષ ગણવામાં આવતો હશે નહિ. પરંતુ એ દેવ જો શાંત ચિત્ત થઈને બેઠા હોય, એવી સ્થિતિની મૂર્તિ બનાવવી હોય તો તે વખતે શસ્ત્રો ઉગામે ન રહેવાથી શસ્ત્રો માથા ઉપર જાય નહિ, જેથી ઉપરનો નિયમ શાંત સ્વભાવી દેવોના શસ્ત્રો બાબત કહેલો હશે એમ જણાય છે. उपसंहार
चउवीसजिण नवग्गह जोइणि-चउसट्ठि वीर-बावन्ना । चउवीसजक्खजक्खिणि दह-दिहवइ सोलस-विज्जुसुरी ॥५३||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org