________________
बिम्बपरीक्षा प्रकरणम्
( ૮ ) પ્રમાણે છત્રવટાની એક તરફના બેતાળીશ ભાગ અને બીજી તરફના બેતાળીશ ભાગ મળી કુલ ચોરાશી ભાગ ડઉલા (છત્રવટા)ના વિસ્તારના જાણવાં ૩રાડવા
चउवीसि भाइ छत्तो बारस तस्सुदइ अट्ठि संखधरो । ... छहि वेणुपत्तवल्ली एवं डउलुदये पन्नासं ॥३४॥
છત્રનો ઉદય ચોવીસ ભાગ, તેની ઉપર છત્રય (ત્રણ છત્ર)નો ઉદય બાર ભાગ, તેની ઉપર શંખ ધારણ કરવાવાળાનો ઉદય આઠ ભાગ અને તેના ઉપર છ ભાગના ઉદયમાં વંશપત્ર અને વેલડીનાં રૂપો કરવાં. એ પ્રમાણે કુલ પચાસ ભાગ છત્રવટાનો ઉદય જાણવો. ૩૪
छत्तत्तयवित्थारं वीसंगुल निग्गमेण दहभागं । भामंडलवित्थारं बावीसं अट्ठ पइसारं ॥३५।।
છત્રવટામાં ત્રણ છત્રનો વિસ્તાર વીશ આંગળ અને નિર્ગમ દશ આંગળનો રાખવો. ભામંડલનો વિસ્તાર બાવીસ ભાગ અને જાડાઈ આઠ ભાગ રાખવી ૩૫ા
मालधर सोलसंसे गइंद अट्ठारसम्मि ताणुवरे । हरिणिंदा उभयदिसं तओ अ दुंदुहिअ संखीय ॥३६।। માલાને ધારણ કરવાવાળા ઇંદ્ર સોળ ભાગ અને તેના ઉપર અઢાર ભાગના ગજેન્દ્ર (હાથી) કરવા. બન્ને તરફ હરિણગમણી દેવ તથા દુદુભિ વગાડનારા અને શંખ વગાડનાર બનાવવા ૩૬.
बिंबद्धि डउलपिंडं छत्तसमेयं हवइ नायव्वं ।
थणसुत्तसमा दिट्ठा चामरधारीण कायव्वा ॥३७|| છત્રના નિર્ગમ સાથે છત્રવટાની જાડાઈ પ્રતિમાના વિસ્તારથી અરધી કરવી. પરિકરના પખવાડામાં જે ચામરપારીની અથવા કાઉસ્સગિયાની મૂર્તિ છે, તેની દૃષ્ટિ મૂલનાયકજીના બરાબર સ્તનસૂત્રમાં આવવી જોઈએ I૩૭ના पंचतीर्थीनुं स्वस्प -
जइ हुंति पंचतित्था इमेहिं भाएहिं तेवि पुण कुज्जा । उस्सग्गियस्स जुअलं बिंबजुगं मूलबिंबेगं ॥३८॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org