________________
( ૮૮ )
वास्तुसारे ચાર ભાગની કણપીઠ, બે ભાગની છાજલી, બાર ભાગનાં હાથી આદિ રૂ૫, બે ભાગની કણી અને આઠ ભાગની અસર પટ્ટી, આ પ્રમાણે કુલ અઠ્ઠાવીસ ભાગ સિંહાસનની ગાદીનો ઉદય જાણવો મારા परिकरना पखवाडा- स्वस्प - - गद्दियसम वसु भाया तत्तो इगतीस चमरधारी अ ।
तोरणसिरं दुवालस इअ उदयं पक्खवायाण ॥३०॥ પ્રતિમાની ગાદીની બરાબર આઠ ભાગ ઊંચી ચામરધારી ઇંદ્ર અથવા કાઉસગીઆની ગાદી કરવી. તેની ઉપર એકત્રીશ ભાગની ચામરધારી ઇંદ્રની અથવા કાયોત્સર્ગ ધ્યાનવાળી ઊભી જિનની મૂર્તિ કરવી અને તેની ઉપર બાર ભાગમાં તોરણ આદિ કરવાં. આ પ્રમાણે કુલ એકાવન ભાગ પખવાડાનો ઉદય જાણવો ૩૦,
सोलसभाए रुवं धुभुलियसमेय छहि वरालीय ।
इअ वित्थरि बावीसं सोलसपिंडेण पखवायं ॥३१।। સોળ ભાગ થાંભલી સાથે રૂપનાં, તેમાં બે બે ભાગની બન્ને થાંભલી અને બાર ભાગ રૂપનાં જાણવાં. તથા છ ભાગની વરાલિકા (ગ્રાસપટ્ટી) કરવી. આ પ્રમાણે કુલ બાવીસ ભાગ પખવાડાનો વિસ્તાર જાણવો. પખવાડાની જાડાઈ સોલ ભાગની રાખવી ૩૧ परिकरना छत्रवटार्नु स्वस्प
छत्तद्धं दसभायं पंकयनालेग तेरमालधरा । दो भाए थंभुलिए तह ट्ठ वंसधर-वीणधरा ॥३२॥ तिलयमज्झम्मि घंटा दुभाय थंभुलिय छच्चि मगरमुहा ।
इअ उभयदिसे चूलसी दीहं डउलस्स जाणेह ॥३३॥ અરધા છત્રના દશ ભાગ, કમલનાલ એક ભાગ, માલા ધારણ કરવાવાળા દેવ તેર ભાગ, થાંભલી બે ભાગ, વાંસલી અથવા વીણાને ધારણ કરવા વાળાના આઠ ભાગ, તિલકની મધ્યમાં ધૂમટી, બે ભાગ થાંભલી અને છ ભાગનું મધરમુખ, આ * વાંદલી અને વીણાનો ધારણ કરનાર દેવોની જગ્યાએ જિનેશ્વર ભગવાનની બેઠી મૂર્તિ પણ રાખવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org