________________
बिम्बपरीक्षा प्रकरणम्
( ૮૭ ) परिकर, स्वस्प -
सिंहासणु बिंबाओ दिवड्ढओ दीहि वित्थरे अद्धो ।
पिंडण पाउ घडिओ रूवग नव अहव सत्त जुओ ॥२६|| સિંહાસન (પરિકર)ની લંબાઈ પ્રતિમાના વિસ્તારથી દોટી કરવી, સિંહાસનની ગાદીનો ઉદય પ્રતિમાના વિસ્તારમાં અરધ ભાગે કરવો અને જાડાઈ પા ભાગે કરવી. પરિકરની ગાદીમાં હાથી આદિ રૂપ નવ અથવા સાત બનાવવા જોઈએ ૧ર૬
उभयदिसि जक्खजक्खिणि केसरि गय चमर मज्झि चक्कधरी ।
चउदस बारस दस तिय छ भाय कमि इअ भवे दीहं ॥२७॥ પરિકરની ગાદીમાં એક તરફ પક્ષ અને બીજી તરફ યક્ષિણી અર્થાત ગાદી ઉપર જ મૂર્તિ બિરાજમાન હોય તેના શાસન દેવ (યક્ષ) ભગવાનની જમણી તરફ અને વૈક્ષિણી ડાબી તરફ બનાવવા. તથા બે સિંહ, બે હાથી, બે ચામર કરવાવાળાં ઇંદ્ર અને મધમાં ચકધરી દેવીનાં રૂપો બનાવવાં. તેમાં ચૌદ ચૌદ ભાગનાં બન્ને યક્ષ અને યક્ષિણી, બાર બાર ભાગનાં બન્ને સિંહ, દશ દશ ભાગના બન્ને હાથી, ત્રણ ત્રણ ભાગના બન્ને ચામરધારી ઇંદ્ર, અને મધ્યમાં ચકધરી દેવી છ ભાગની કરવી. આ પ્રમાણે કુલ ૮૪ ભાગ સિંહાસનની ગાદીની લંબાઈ જાણવી રા*
चक्कधरी गरुडंका तस्साहे धम्मचक्क-उभयदिसं ।
हरिणजुअं रमणीयं गद्दियमज्झम्मि जिणचिण्हं ॥२८॥ સિંહાસનની મધ્યભાગમાં જે ચકધરી દેવી છે, તેને ગરૂડની સવારી છે. (ચકધરીની ચાર ભુજાઓમાં ઉપરની બન્ને ભુજાઓ ચક, નીચેની જમણી ભુજા વરદન અને ડાબી ભુજા બીજોરા યુક્ત છે). આ ચકધરી દેવીની નીચે એક ધર્મચક કરવું અને ધર્મચકની બન્ને તરફ સુંદર એક એક હરિણ બનાવવું. ગાદીનાં મધ્યભાગમાં જિનેશ્વર ભગવાનનું ચિહ્નન કરવું રટા
चउ कणइ दुन्नि छज्जइ बारस हस्थिहिं दुन्नि अह कणए। अड अक्खरवट्टीए एयं सीहासणस्सुदय ॥२९॥
* ગાદીમાં સાત રૂપ બનાવવી હોય તેમાં ચામરધારી બનાવતાં નથી. તેના ભાગ ચૌદ ચૌદ ભાગના યક્ષ યક્ષિણી, બાર ૨ ભાગના બે સિંહ, બાર ૨ ભાગના બે હાથી અને વચમાં ચકરી દેવી આઠ ભાગ આ પ્રમાણે સાત રૂપો બનાવવાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org