________________
बिम्बपरीक्षा प्रकरणम्
( 24 )
બ્રહ્મસૂત્ર (ગર્ભ સૂત્ર)થી પિંડી સુધી એક તરફ નીચે છ ભાગનું ગળું, દશ ભાગ કાનની લંબાઈ, બે ભાગ સ્તનનો વિસ્તાર, બે ભાગ લમણા, બે ભાગ દાઢી, સાત ભાગ ભુજા ઉપરની ભુજ સંધી (ખભા) અને આઠ ભાગ પ્રતિસાર (ઢીંચણનો વિસ્તાર) જાણવો ।।૧૭।ા
जाणुअमुखसुत्ताओ चउदस सोलस अढार पइसारं* ।
समसुत्तजावनाही पयकंकणजाव छब्भायं ॥१८॥
ઢીંચણથી લઈ પગનાં કંકણના છ ભાગ સુધી બેઠી મૂર્તિની પલાંઠીનો વિસ્તાર અનુક્રમે ચૌદ, સોળ અને અઢાર ભાગનો જાણવો અર્થાત્ બન્ને ઢીંચણ વચ્ચે એક આડું સૂત્ર રાખો, તે સૂત્રના મધ્ય ભાગથી નાભિ સુધી ખોળાનો વિસ્તાર અઢાર આંગળ હોય છે ।।૧૮।।
- पइसारगब्भरेहा पनरसभाएहिं चरणअंगुट्ठ।
'दीहंगुलीय सोलस चउद्दसि भाए कणिट्ठिया ||१९||
*
ખોળાની ગર્ભરેખાથી ઢીંચણ તરફ પંદરમાં ભાગમાં પગનો અંગૂઠો, સોળમા ભાગમાં પગની લાંબી આંગળી અને ચૌદમા ભાગમાં પગની કનિષ્ઠ (નાની) આંગળી આવવી જોઈએ ।।૧૯।।
करयलगब्भाउ कमे दीहंगुलि नंदे अट्ठ पक्खिमिया ।
छच्च कणिट्ठिय भणिया गीवुदए तिनि नायव्वा ॥२०॥
કરતલ (હથેલી)ના મધ્ય ભાગથી હાથની મધ્યમા લાંબી આંગળી સુધી નવ આંગળ, મધ્યમાની બન્ને પડખેની આંગળી સુધી આઠ આઠ આંગળ, અને કનિષ્ઠા આંગળી સુધી છ આંગળનું પ્રમાણ હોય છે. ગળાનો ઉદય ત્રણ આંગળનો જાણવો ારા
मज्झि महत्थंगुलिया पणदीहे पक्खिमी अ चउ चउरो । लहु अंगुलि - भायतिगं नह इक्किक्कं ति- अंगुठं ॥ २१ ॥
* प्रतिसार (खोळा) नो विस्तार विवेकविलासमां बतावे छे
“सूत्रं जानुद्वये तिर्यग् दद्यान्नाभौ च कम्बिकाम् 1
प्रतिमायाः प्रतिसरो भवेदष्टादशांगुलः ॥"
બન્ને ઢીંચણની વચ્ચે એક આડું સૂત્ર દેવું અને સૂત્રના મધ્યથી નાભિ સુધી કંબિકા (ગજ) રાખવી, જેથી નાભિથી સૂત્ર સુધી અઢાર આંગળનું પ્રમાણ થાય છે. આ પ્રતિમાના પ્રતિસર (ખોળા)નો વિસ્તાર જાણવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org