________________
( ૮૪ )
वास्तुसारे
નાસિકાનો વિસ્તાર ત્રણ ભાગ, ઉદય બે ભાગ, નાસિકાનો અગ્રભાગ એક ભાગ જાડો અને શિખા અરધો ભાગ કરવી. નીચેના હોઠની લંબાઈ પાંચ ભાગ અને વિસ્તાર એક આંગળ જાણવી ૧૨॥
पण उदइ चउ वित्थरि सिरिवच्छं बंभसुत्तमज्झमि । दिवड्ढंगुलु थणवट्टं वित्थरं उंडत्ति नाहेगं ॥१३॥
બ્રહ્મસૂત્રની મધ્ય ભાગમાં પાંચ ભાગના ઉદયવાળો અને ચાર ભાગના વિસ્તારવાળો શ્રીવત્સ કરવો. દોઢ આંગળના વિસ્તારવાળા ગોળ સ્તન કરવાં અને એક ભાગ ઊંડી નાભિ કરવી. ।।૧૩મા॥
सिरिवच्छसिहिणकक्खंतरम्मि तह मुसल छ पण अट्ठ कमे। मुणि चउ रवि वसु वेया कुहिणी मणिबंधु जंघ जाणु पयं ॥ १४ ॥
શ્રીવત્સ અને સ્તનનું અંતર છ આંગળ, સ્તન અને કાંખનું અંતર પાંચ આંગળ, સ્કંધ આઠ ભાગ, કોણી સાત આંગળ, મણિબંધ ચાર આંગળ, જંઘા બાર આંગળ, જાનુ આઠ આંગળ અને પગ ચાર આંગળ, એ પ્રમાણે બધાંનો વિસ્તાર જાણવો ।।૧૪।
थण - सुत्त - अहोभाए भुय बारस अंस उवरि छहि कंधं। नाहीउ किरइ वट्टं कंधाओ केसअंताओ ||१५||
સ્તનસૂત્રની નીચે ભુજાનું પ્રમાણ બાર ભાગ અને ઉપર સ્કંધ (ખભા) છ
ભાગ જાણવું. નાભિ ખભા અને કેશાંત ભાગ ગોળ કરવાં ॥૧૫॥
कर उयर अंतरेगं चउ वित्थरि नंददीहि उच्छंगं ।
जलवहु दुदय ति वित्थरि कुहुणी कुच्छितरे तिनि ॥१६॥
હાથ અને ઉદરનું અંતર એક આંગળ, ચાર આંગળના વિસ્તારવાળો અને નવ આંગળ લાંબો ખોળો કરવો. પલાંઠીમાંથી પખાળનું પાણી નીકળવાનો માર્ગ ઉદયમાં બે આંગળ અને વિસ્તારમાં ત્રણ આંગળ કરવો. કોણી અને કૂખનું અંતર ત્રણ આંગળ રાખવું ॥૧૬॥
बंभसुत्ताउ पिंडिअ छ गीव दह कनु दुसिहण दुभालं । दुचिबुक सत्त भुजोवरि भुयसंधी अट्ठपइसारा ॥१७॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org