________________
बिम्बपरीक्षा प्रकरणम्
( ૭૭ ) पियालोदुम्बराभ्यां वा क्वचिच्छिशिमयापि वा । अन्यदारूणि सर्वाणि बिम्बकार्ये विवर्जयेत् ॥ तन्मध्ये च शलाकायां बिम्बयोग्यं च यद्भवेत् ।
तदेव दारु पूर्वोक्तं निवेश्यं पूतभूमिजम् ॥ પૈયાલયમાં કાષ્ઠની પ્રતિમા બનાવવી હોય તો શ્રીપર્ણી, ચંદન, બેલવૃક્ષ, કદંબ, લાલચદન, પિયાલ, ઉંબરો અને કવચિત શિશમ કે વૃક્ષોના લાકડાં પ્રતિમા બનાવવા માટે ઉત્તમ છે. અને બાકી બીજાં વૃક્ષોનાં લાકડાં વર્જનીય છે ઉપર જણાવેલ વૃક્ષોમાં જે પ્રતિમા બનાવવાને લાયક શાખા હોય, તે દોષોથી રહિત હોય અને ઉત્તમ ભૂમિમાં રહેલા હોય. તો લેવી.
"अशुभस्थाननिष्पन्नं सत्रासं मशकान्वितम् । सशिरं चैव पाषाणं बिम्बार्थ न समानयेत् ॥ नीरोगं सुद्दढं शुभ्रं हारिद्रं रक्तमेव वा ।
कृष्णं हरिं च पाषाणं बिम्बकार्ये नियोजयेत् ॥ અપવિત્ર સ્થાનમાં ઉત્પન્ન થયેલ, ચીરા, મસા અથવા ગાંઠ આદિ દોષવાળા પથ્થર અથવા કાષ્ઠ પ્રતિમા બનાવવાનાં કામમાં લાવવા નહિ. પરંતુ દોષ રહિત, મજબૂત, સફેદ પીળો લાલ, કૃષણ અને લીલા વર્ણનો પથ્થર પ્રતિમા માટે લાવવો. समचतुरस्र पद्मासन बेठेली प्रतिमानुं स्वस्प
अनुन जाणुकंधे तिरिए केसंत अंचलंते यं ।
सुत्तेगं चउरंसं पज्जंकासणसुहं बिंबं ॥४॥ જમણા ઢીંચણથી ડાબા ખંભા સુધી એક, ડાબા ઢીંચણથી જમણા ખભા સુધી બીજું, એક ઢીંચણથી બીજા ઢીંચણ સુધી ત્રી, નીચે વસ્ત્રની પાટલીથી ઉપર કપાલ સુધી ચોથું, એ પ્રમાણે ચારે સૂતનું માપ બરાબર હોય તો તે પ્રતિમા સમચોરસ સંસ્થાનવાળી કહેવાય. એવી પદ્માસનવાળી પ્રતિમા શુભકારક છે જા પદ્માસનનું સ્વરૂપ વિવેકવિલાસમાં બતાવે છે કે –
‘वामो दक्षिणजङ्घोऊ-स्पर्यधिकरोऽपि च। दक्षिणो वामजङ्घोर्वो-स्तत्पर्यङ्कासनं मतम्॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org