________________
( ૭ )
वास्तुसारे
શુભદાયક જાણવી. રેખા પ્રતિમાના કયા કયા સ્થાન ઉપર ન હોવી જોઈએ, તે વસુનંદિ પ્રતિષ્ઠાસારમાં બતાવે છે કે
“हृदये मस्तके भाले अंशयोः कर्णयोर्मुखे । उदरे पृष्ठसंलग्ने हस्तयोः पादयोरपि ॥ एतेष्वङ्गेषु सर्वेषु रेखा लाञ्छननीलिका । बिम्बानां यत्र द्दश्यन्ते त्यजेत्तानि विचक्षणः ॥ अन्यस्थानेषु मध्यस्था त्रासफाटविवर्जिता । निर्मलस्निग्धशान्ता च वर्णसारूप्यशालिनी ॥ "
--
હૃદય, મસ્તક, કપાળ, બન્ને ખભા, બન્ને કાન, મુખ, પેટ, પૃષ્ઠભાગ, બન્ને હાથ અને બન્ને પગ ઈત્યાદિક પ્રતિમાના અવયવોમાં શ્યામ આદિ રંગની રેખા હોય તો તે પ્રતિમાનો પંડિતજન અવશ્ય ત્યાગ કરે. પરંતુ ઉપરોક્ત અવયવોની સિવાય બીજા અવયવો ઉપર હોય તો મધ્યમ જાણવી. તથા ખરાબ ચીર ફાડ આદિ દૂષણોથી રિહત, સ્વચ્છ, ચીકણી અને ઠંડી એવી પોતાના વર્ણવાળી રેખા હોય તો દોષવાળી નથી.
ધાતુ રત્ન અને કાષ્ઠ આદિની પ્રતિમા બાબત આચારિદનકરમાં કહ્યું છે કે“बिम्बं मणिमयं चन्द्र-सूर्यकान्तमणियम् ।
सर्वं समगुणं ज्ञोयं सर्वामी रत्नजातिभिः ॥"
ચંદ્રકાંત અને સૂર્યકાંત આદિ દરેક રત્ન જાતિની પ્રતિમા સર્વ શુભ ગુણવાળી જાણવી.
"स्वर्णरूप्यताम्रमयं वाच्यं धातुमयं परम् । कांस्यसीसबड्गमयं कदाचिन्नैव कारयेत् ॥ तत्र धातुमये रीति- मयमाद्रियते क्वचित् ।
निषिद्धो मिश्रधातुः स्याद् रीतिः कैश्चिच्च गृह्यते ॥
સુવર્ણ, ચાંદી અને તાંબું એ ધાતુઓની પ્રતિમા શ્રેષ્ઠ છે, પરંતુ કાંસું, સીસું અને કલાઈ એ ધાતુઓની પ્રતિમા ક્યારે પણ બનાવવી નિહ. ધાતુઓમાં પિત્તળની પ્રતિમાઓ પણ કવવિચત્ બનાવવાને કહે છે. પરંતુ મિશ્રધાતુ (કાંસું આદિ)ની બનાવવાનો નિષેધ છે. કેટલાક આચાર્યો પિત્તળની પ્રતિમા બનાવવાનું કહે છે.
“ कार्य दारुमयं चैत्ये श्रीपर्ण्य चन्दनेन वा ।
बिल्वेन वा कदम्बेन रक्तचन्दनदारुणा ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org