________________
बिम्बपरीक्षा प्रकरणम्
( ૭ ) જે પથ્થર અથવા જે લાકડાની પ્રતિમા કરવી હોય, તે પથ્થર અથવા લાકડાની ઉપર, ઉપર પ્રમાણે લેપ કરવાથી અથવા સ્વાભાવિક રીતે જો મધના રંગ જેવું મંડલ હોય તો અંદર આગિયા જનુનું શલ્ય જાણવું. ભસ્મ (રાખ)ના જેવું મંડલ દેખાય તો રેતીનું, ગોળના જેવું મંડલ દેખાય તો લાલ દેડકાનું, આકાશના રંગ જેવું મંડલ દેખાય તો પાણીનું, કબૂતરના વર્ણનું મંડલ દેખાય તો ગરોળીનું, મજીઠના રંગ જેવું હોય તો દેડકાનું, લીલ વર્ણનું હોય તો કાકડાનું, પીળા રંગનું હોય તો ગોહનું, કપિલ વર્ણનું મંડલ હોય તો ઉદરનું, કાળા રંગનું હોય તો સર્પનું અને ચિત્રવર્ણનું મંડલ હોય તો વીંછીનું શલ્ય છે, એમ સમજવું. આવા પ્રકારના દાધવાળો પથ્થર યા કાષ્ઠ હોય તો સંતાન, લક્ષ્મી, પ્રાણી અને રાજયનો વિનાશકારક થાય છે.
'कीलिकाछिद्सुषिर-त्रसजालकसन्धयः।
मण्डलानि च गारश्च महादूषणहेतवे ॥" પાષાણ અથવા કાષ્ઠમાં ખીલો, છિદ્ર, પોલાન, જીવોનાં જાળાં, સાંધ, મંડલાકાર રેખા અથવા ગારો હોય તો મોટો દોષ જાણવો.
"प्रतिमायां दवरका भवेयुश्च कथञ्चन । .
सद्दग्वर्णा न दुष्यन्ति वर्णान्यत्वेऽतिदूषिता ॥" પ્રતિમાના કાષ્ઠમાં અથવા પાષાણમાં કોઈપણ પ્રકારની રેખા (ઘ) જોવામાં આવે, તે જો પોતાના મૂલ વસ્તુના રંગ જેવી હોય તો દોષ નથી, પરંતુ મૂલવસ્તુના રંગથી અન્ય વર્ણની હોય તો બહુ દોષવાળી જાણવી. કુમારમુનિવૃત શિલ્પરનમાં નીચે જણાવેલ રેખાઓ શુભ માની છે-- नन्द्यावर्त्तवसुन्धराधरहय-श्रीवत्सकूर्मोपमाः,
शङ्खस्वस्तिकहस्तिगोवृषनिभाः शक्रेन्दुसूर्योपमाः। छत्रस्नग्ध्वजलिंगतोरणमृग-प्रासादपद्मोपमा,
वजाभा गरुडोपमाश्च शुभदा रेखाः कपर्दोपमाः॥ પથ્થર અથવા લાકડામાં નંદ્યાવર્ત, શેષનાગ, ઘોડો, શ્રીવન્સ, કાચબો, શંખ, સ્વસ્તિક, હાથી, ગાય, બળદ, ઈંદ્ર, ચંદ્ર, સૂર્ય, છત્ર, માલા, ધ્વજા, શિવલિંગ, તોરણ, હરિણ, મંદિર, કમલ, વજ, ગરુડ અને મહાદેવની જટા ઈત્યાદિ આકારવાળી રેખા હોય તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org