________________
( ૭૨ )
वास्तुसारे
દેવની પૂજા ન થાય અને ધરમાં રાક્ષસો કીડા કરે. અર્થાત્ મંદિર અથવા ધરની પાછલી ભીંતમાં નીચેના માળમાં પ્રકાશને માટે જાળિયાં વગેરે હોય તો સારાં નહિ.
ईसाणाई कोणे नयरे गामे न कीरए गेहं ।
संतलोआणमसुहं अंतिमजाईण विद्धिकरं ॥१५४॥
નગર અથવા ગામના ઈશાનખૂણામાં ધર કરવું નહિ, તે ઉત્તમ મનુષ્યોને માટે અશુભ છે, પણ અંત્યજ જાતિનાં મનુષ્યોને વૃદ્ધિકારક છે ૧૫૪॥
शयन केवी रीते करवुं ते बतावे छे
देव गुरु वहि गोधण - संमुह चरणे न कीरए सयणं । उत्तरसिरं न कुज्जा न नग्गदेहा न अल्लपया ॥१५५॥
દેવ ગુરુ અગ્નિ ગાય અને ધન તેની સામે પગ રાખીને, ઉત્તરમાં માથું રાખીને, નગ્ન થઈને અને ભીના પગે કયારે પણ શયન ન કરવું ૧૫૫॥ धुत्तामच्चासने परवत्थुदले चउप्पहे न गिहं ।
गिहदेवलपुव्विल्लं मूलदुवारं न चालिज्जा ॥ १५६ ॥
ધુતારા અને મંત્રીની નજદીકમાં, બીજાની વાસ્તુ કરેલ ભૂમિમાં, અને ચોકમાં ધર કરવું નહિ.
ઘર અથવા દેવમંદિરનો જીર્ણોદ્ધાર કરવો હોય તો તેનું મુખ્ય દ્વાર ચલાયમાન ન કરવું. અર્થાત્ પહેલા જે દ્વાર જે દિશામાં જે માનનું જે સ્થાન પર હોય, તે દિશામાં તે માનનું તે સ્થાન પર જ રાખવું ૧૫૬॥
વિવેક વિલાસમાં કહ્યું છે કે-
--
"दुःखं देवकुलासन्ने गृहे हानिश्चतुष्पथे ।
धूर्त्तामात्यगृहाभ्याशे स्यातां सुतधनक्षयौ । । "
અર્થાત્ જે ઘર દેવમંદિરની પાસે હોય તો દુ:ખ, ચોકમાં હોય તો હાનિ, ધુતારા અને મંત્રીના ઘર પાસે હોય તો પુત્ર અને ધનનો ક્ષય થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org