________________
( ૭૦ )
वास्तुसारे सुसुक्कभग्गदड्ढा मसाण खगनीलय खीर चिरदीहा । निंब बहेडयरुक्खा नहु कट्टिज्जति गिहहेऊ ॥१४९।।
જે વૃક્ષ પોતાની મેળે સુકાયેલું, ભાંગી ગયેલું કે બળી ગયેલું હોય, સ્મશાન નજદીકનું, પક્ષીઓનાં માળાવાળું, દૂધવાળું, ઘણું લાંબું (ખારી તાડ વીગેરે), લીમડો અને બેહડા ઈત્યાદિ વૃક્ષોનાં લાકડાં ઘર બનાવવા માટે કાપવાં નહિ ૧૪૯ વારાહી સંહિતામાં કહ્યું છે કે –
"आसन्नाः ककिनो रिपुभयदाः क्षीरिणोऽर्थनाशाय । फलिनः प्रजाक्षयकरा दारुण्यपि वर्जयेदेषाम् ॥ छिन्द्याद् यदि न तसंस्तान् तदन्तरे पूजितान् वपेदन्यान् ।
पुन्नागाशोकारिष्टबकुलपनसान् शमीशालौ ॥ ઘરની સમીપમાં જો કાંટાવાળાં વૃક્ષ હોય તો શગુનો ભય થાય. દૂધવાળાં વૃક્ષ હોય તો લક્ષ્મીનો નાશ થાય. અને ફલવાળાં વૃક્ષ હોય તો સંતાનનો નાશ થાય. તે માટે તે વૃક્ષોનાં લાકડાં પણ ઘર કાર્યમાં વાપરવાં નહિ. તે વૃક્ષ ઘરમાં અથવા ઘરની સમીપમાં હોય તો કાપી નાખવાં જોઈએ. જો તે વૃક્ષોને ન કાપવાં હોય તો તેની પાસે પુનાગ (નાગકેસર), અશોક, અરીઠા, કેસર, ફનસ, શમી અને શાલ્મલિ ઈત્યાદિક સુગન્ધિત પૂજ્ય વૃક્ષોને વાવવાં તો ઉક્ત દોષવાળાં વૃક્ષોનો દોષ રહેતો નથી.
“याम्यादिष्वशुभफला जातास्तरवः प्रदक्षिणेनैते ।
उदगादिषु प्रशस्ताः प्लक्षवटोदुम्बराश्वत्थाः ॥ પીપર, વડ, ઉબરો અને પીપળો એ વૃક્ષો અનુક્રમે ઘરની દક્ષિણાદિ દિશામાં હોય તો અશુભ છે અને ઉત્તરાદિ દિશામાં હોય તો શુભ છે. અર્થાત દક્ષિણમાં પીપર, પશ્ચિમમાં વડ, ઉત્તરમાં ઉબશે અને પૂર્વમાં પીપળો હોય તો અશુભ જાણવો. તથા ઉત્તરમાં પીપર, પૂર્વમાં વડ, દક્ષિણમાં ઉબરો અને પશ્ચિમમાં પીપળો હોય તો શુભ જાણવો.
पाहाणभयं थंभं पीढं पट्टं च बारउत्ताणं ।
एए गेहिं विरुद्धा सुहावहा धम्मठाणेसु ॥१५०|| પથ્થરના સ્તંભ ભારવટ પાટિયા અને બારશાખ એ સાધારણ ઘરમાં હોય તો અશુભ છે. પરંતુ ધર્મસ્થાન દેવમંદિર આદિ ઠેકાણે હોય તો શુભ છે ૧૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org