________________
गृहप्रकरणम्
( ૨૧ ) ધ્વજા આદિની છાયા ઘરની ઉપર પડતી હોય તો દુઃખકારક છે, તે માટે આ છાયાને છોડી દઈને ઘર બનાવવું જોઈએ. અર્થાત્ બીજા અને ત્રીજા પ્રહરમાં મંદિરની ધ્વજા આદિની છાયા પડતી હોય તે ઠેકાણે ઘર કરવું ન જોઈએ ૧૪૩
समकट्ठा विसमखणा सव्वपयारेसु इगविही कुज्जा ।
पुव्वुत्तरेण पल्लव जमावरा मूलकायव्वा ॥१४४|| - ઘરમાં સમાન કાષ્ઠ અને વિસમ ખંડ એ એક વિધિથી કરવાં, પૂર્વઉત્તરદિશામાં (ઈશાન કોણમાં) પલ્લવ અને દક્ષિણ પશ્ચિમમાં (
નૈત્ય કોણમાં) મૂલ કરવાં II૧૪૪
सव्वेवि भारवट्टा मूलगिहे एग सुत्ति कीरंति । पीढ पुण एगसुत्ते उवरय गुंजारि अलिंदेसु ॥१४५।। મુખ્ય ઘરમાં બધાં ભારવટો બરાર સમસૂત્રમાં રાખવાં, તથા ઓરડો ગુંજારી અને અલિંદમાં પીઢાઓ પણ સમસૂત્રમાં રાખવાં ૧૪પા घरमां केवां प्रकारनां लाकडां न वापरवां ते बतावे छे
हलघाणय सगडमई अरहट्टजंताणि कंटई तह य । पंचुंबरि खीरतरु एयाण य कट्ठ वज्जिज्जा ||१४६|| હળ, ઘાણી, ગાડી, રેહટ, કાંટાવાળા વૃક્ષ, પાંચ પ્રકારનાં ઉદંબર (ઊંબરો, વડ, પીપલ, પલાશ અને કઠુંબર) અને જે વૃક્ષ કાપવાથી દૂધ નીકળે, ઈત્યાદિનાં લાકડાંઓ ઘર કાર્યમાં લાવવાં નહિ ૧૪૬
विज्जउरि केलि दाडिम जंभीरी दोहलिद्द अंबलिया ।
बब्बूल बोरमाई कणयमया तह वि नो कुज्जा ||१४७।। બીજોરું, કેળ, દાડિમ, લીંબુ, આકડો, આંબલી, બાવળ, બોરડી અને પીળા ફૂલવાળા વૃક્ષ ઈત્યાદિ વૃક્ષોનાં લાકડાં ઘર કામમાં નહિ લાવવાં, તેમ જ તે વૃક્ષો ઘર આગળ વાવવાં પણ નહિ ૧૪૭
एयाणं जइ वि जडा पाडिवसाओ पविस्सइ अहवा ।
छाया वा जम्मि गिहे कुलनासो हवइ तत्थेव ॥१४८|| ઉપર કહેલ વૃક્ષોનાં મૂલ ઘરની સમીપમાં હોય અથવા ઘરમાં પ્રવેશ કરતાં હોય, તથા જે ઘરની ઉપર તે વૃક્ષોની છાયા પડતી હોય તો કુલનો નાશ થાય ૧૪૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org