________________
( ૬૮ )
वास्तुसारे યોગિનીઓનાં નાટક, મહાભારત, રામાયણ અને રાજાઓનું યુદ્ધ, ઋષિઓનાં ચરિત્ર અને દેવોનાં ચરિત્ર ઇત્યાદિક વિષયનાં ચિત્ર ઘરમાં નહિ ચીતરવા જોઈએ ૧૩૮.
फलियतरु कुसुमवल्ली सरस्सई नवनिहाणजुअलच्छी । कलसं वद्धावणयं सुमिणावलियाइ सुहचित्तं ॥१३९।।
ફળવાળા વૃક્ષ, પુષ્પોની લતાઓ, સરસ્વતી દેવી, નવનિધાનયુક્ત લક્ષ્મીદેવી, કલશ, વર્કંપનાદિ માંગલિક ચિહ્ન અને સુંદર સ્વપ્નાની માળા એવાં ચિત્ર ઘરમાં ચીતરવાં તે શુભ છે ૧૩૯
परिसुव्व गिहस्संगं हीणं अहियं न पावए सोहं ।
तम्हा सुद्धं कीरइ जेण गिहं हवइ रिद्धिकरं ॥१४०।। પુરુષના અંગની માફક ઘરનું કોઈ અંગ હીન અથવા અધિક હોય તો શોભા પામતું નથી, તેથી શિલ્પશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે શુદ્ધ ઘર કરવું, જેથી તે ઘર ઋદ્ધિકારક થાય ૧૪૦ घरना द्वारनी सामे देवोना निवास संबंधी शुभाशुभ फल
वज्जिज्जइ जिणपिट्ठी रविईसरदिट्ठि विण्हुवामो अ । सव्वत्थ असुह चंडी बंभाणं चउदिसिं चयह ॥१४१|| ઘરની સામે જિનેશ્વરની પીઠ હોય, સૂર્ય અથવા મહાદેવની દૃષ્ટિ હોય અને વિષ્ણુની ડાબી ભુજા હોય તો અશુભ છે. ચંડીદેવી સર્વ જગ્યાએ અશુભ છે. અને બ્રહ્માની ચારે દિશા અશુભ છે. તે માટે એવા ઠેકાણે ઘર બનાવવું નહિ ૧૪૧
अरिहंतदिट्ठि दाहिण हरपुट्ठी वामएसु कल्लाणं ।। विवरीए बहुदुक्खं परं न मग्गंतरे दोसो ॥१४२।। ઘરની સામે જિનેશ્વરની દૃષ્ટિ અથવા જમણી ભુજા હોય, તથા મહાદેવની પીઠ અથવા ડાબી ભુજા હોય તો કલ્યાણદાયક છે. પરંતુ આથી ઊલટું હોય તો બહુદખદાયક છે, પરંતુ વચમાં રસ્તાનું અંતર હોય તો દોષ નથી ૧૪રા मंदिरनी ध्वजछाया आदिनुं फल
पठमंत-जाम वज्जिय धयाइ दु-ति-पहरसंभवा छाया ।
दुहहेऊ नायव्वा तओ पयत्तेण वज्जिज्जा ॥१४३|| પહેલા અને ચોથા પ્રહરને છોડી દઈને બીજા અને ત્રીજા પ્રહરમાં મંદિરની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org