________________
गृहप्रकरणम्
( ૧૧ ) દિશાનાં કોઠામાં અનુક્રમે નાગ, મુખ્ય, ભલ્લાટ, કુબેર, શૈલ, અદિતિ અને દિતિ એ સાત દેવોને સ્થાપવાં આ પ્રમાણે બત્રીશ દેવ ઉપરનાં કોઠામાં પૂજવા. અને મધ્ય કોઠામાં તેર દેવ પૂજવા તે નીચે પ્રમાણે બતાવે છે.
“प्रागर्यमा दक्षिणतो विवस्वान्, मैत्रोऽपरे सौम्यदिशो विभागे ।
पृथ्वीधरोऽय॑स्त्वथ मध्यतोऽपि, ब्रह्मार्चनीयः सकलेषु नूनम्।।" । ઉપરનાં કોઠાઓની નીચે પૂર્વ દિશાનાં કોઠામાં અર્યમા, દક્ષિણ દિશાનાં કોઠામાં વિવસ્વાન પશ્ચિમ દિશામાં કોઠામાં મૈત્ર અને ઉત્તર દિશાનાં કોઠામાં પૃથ્વીધર દેવને સ્થાપીને પૂજા કરવી અને બધાં કોઠાની વચમાં બ્રહ્માની પૂજા કરવી.
___ “आपापवत्सौ शिवकोणमध्ये, सावित्रकोऽग्नौ सविता तथैव ।
कोणे महेन्द्रोऽथ जयस्तृतीये, रुद्रोऽनिलेऽर्योऽप्यथ रुद्रदासः ॥" ઉપરનાં કોણાનાં કોઠાની નીચે ઈશાન કોણમાં આપ અને આપ વન્સને, અગ્નિકોણમાં સાવિત્ર અને સવિતાને, નર્મયકોણમાં ઈંદ્ર અને જયને, વાયુકોણમાં રુદ્ર અને રુદ્રદાસને સ્થાપીને પૂજવા જોઈએ.
"ईशानबाह्ये चरकी द्वितीये, विदारिका पूतनिका तृतीये ।
पापामिधा मारुतकोणके तु, पूज्याः सुरा उक्त विधानकैस्तु॥" વાસુમંડલની બહાર ઈશાન કોણમાં ચરકી, અગ્નિકોણમાં વિટારિકા, મૈત્યકોણમાં પૂતના અને વાયુકોણમાં પાપા આ ચાર રાક્ષસણીને પૂજવી. પ્રાસાદમંડનમાં વાસ્તુમંડળ ની બહાર કોણમાં આઠ દેવ બતાવે છે
"ऐशान्ये चरकी बाह्ये पीलीपीछा च पूर्ववत् । विदारिकाग्नौ कोणे च जंभा याम्यदिशाश्रिता॥ नैर्ऋत्ये पूतना स्कन्दा पश्चिमे वायुकोणके ।
पापा राक्षसिका सौम्येऽर्यमैवं सर्वतोऽर्चयेत्॥" ઈશાન કોણની બહાર ઉત્તરમાં ચરકી અને પૂર્વમાં પીલીપીછા, અગ્નિકોણની બહાર પૂર્વમાં વિટારિકા અને દક્ષિણમાં જન્મ્યા, નય કોણની બહાર દક્ષિણમાં પૂતના અને પશ્ચિમમાં કંદા વાયુકોણની બહાર પશ્ચિમમાં પાપા અને ઉત્તરમાં અર્યમાને પૂજવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org