________________
गृहप्रकरणम्
( ૧૭ ) એક વેધથી કલહ, બે વેધથી અનુક્રમે ઘરની હાનિ, ત્રણ વેધથી ઘરમાં ભૂતનો નિવાસ, ચાર વેધથી ઘરનો ક્ષય અને પાંચ વેધથી મહામારી (પ્લેગ) થાય ૧૨૪ वास्तुपुरुषचक्र
अठुत्तरसउ भाया पडिमारुवुव्व करिवि भूमितओ ।
सिरि हियइ नाहि सिहिणो थंभं वज्जेह जत्तेण ॥१२५|| ઘરની ભૂમિકલનો એકસો A આઠ ભાગ કરીને, તેમાં એક મૂર્તિના આકારવાળી વાસ્તુપુરુષની આકૃતિ કલ્પના કરવી, આ વાસ્તુ પુરુષનું મસ્તક હૃદય નાભિ અને શિખા જ્યાં આવે ત્યાં સ્તંભ નહિ મૂકવો જોઈએ ૧રપા વાસ્તુપુરુષનાં અંગ વિભાગ બતાવે છે કે - "ईशो मूर्ध्नि समाश्रितः श्रवणयोः पर्जन्यनामा दितिरापस्तस्य गले तदंशयुगले प्रोक्तो जयश्चादितिः । उक्तावर्यमभूधरौ स्तनयुगे स्यादापवत्सो हृदि, पञ्चेन्द्रादिसुराश्च दक्षिणभुजे वामे च नागादयः।। सावित्रः सविता च दक्षिणकरे वामे द्वयं रुद्रतो, मृत्युमैत्रगणस्तथोरुविषये स्यान्नाभिपृष्ठे विधिः । मेढ़े शक्रजयौ च जानुयुगले तौ वहिरोगौ स्मृतौ,
पूषानन्दिगणाश्च सप्तविबुधा नल्योः पदोः पैतृकाः।।" ઈશાન કોણમાં વાસ્તુનરનું મસ્તક છે, તે ઉપર ઈશ દેવને સ્થાપવા, બને કાન ઉપર અનુક્રમે પર્જન્ય અને દિતિ દેવને, ગળા ઉપર આપ દેવને, બંને ખભા ઉપર અનુક્રમે જ્ય અને અદિતિ દેવને, બંને સ્તન ઉપર કમથી અર્યમા અને ભૂધર (પૃથ્વીધર) દેવને, હૃદય ઉપર આપવલ્સને, જમણી ભુજા ઉપર ઈદ્રાદિ પાંચ (ઈંદ્ર સૂર્ય સત્ય ભૂશ અને આકાશ) દેવોને, ડાબી ભુજા ઉપર નાગાદિ પાંચ (નાગ મુખ્ય ભલ્લાટ કુબેર અને શૈલ) દેવોને, જમણા હાથ ઉપર સાવિત્ર અને સવિતા દેવોને, ડાબા હાથ ઉપર રૂદ્ર અને રૂદ્રદાસ
A એક સો આઠ ભાગની કલ્પના કરી છે, તેમાં એક સો ભાગ વાસ્તુમંડળના અને આઠ ભાગ વાસ્તુમંડળની બહાર કોણામાં ચરકી આદિ આઠ રાસસણીનાં જાણવાં, એમ પ્રાસાદમંડળમાં કહ્યું છે. B નાભિને પૂષ્ઠભાગ કહેવાનો મતલબ એવો છે કે વાસ્તુપુરુષની આકૃતિ ઊંધા સૂતેલા પુરુષના આકારે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org