________________
( ૬ )
वास्तुसारे વેધનો પરિહાર આચારદિનકરમાં કહે છે કે - __ "उच्छ्रायभूमिं द्विगुणां त्यक्त्वा चैत्ये चतुर्गुणाम् ।
वेधादिदोषो नैवं स्याद् एवं त्वष्ट्रमतं यथा।" ઘરની ઊંચાઈથી બમણી અને મંદિરની ઊંચાઈથી ચારગુણી ભૂમિને છોડીને તે ઉપરાંત કોઈ વેધ આદિ હોય તો તેનો દોષ નથી, એવો વિશ્વકર્માનો મત છે. वेधनुं फल
तलवेहि कुट्ठरोगा हवंति उच्चेय कोणवेहम्मि । तालुअवेहेण भयं कुलक्खयं थंभवेहेण ॥१२२।। कापालु तुलावेहे धणनासो हवइ रोरभावो अ ।
इअ वेहफलं नाउं सुद्धं गेहं करेअव्वं ॥१२३।। તલવેધથી કોઢ રોગ, ખૂણાનાં વેધથી ઉચ્ચાટન, તાલુવેધથી ભય, થાંભલાનાં વેધથી કુલનો વિનાશ, કપાલવેધ અને તુલાવેધથી ધનનો નાશ અને કલેશ થાય. આ પ્રમાણે વેધના ફળને જાણીને શુદ્ધ ઘર કરવું જોઈએ ૧૨૨ ૧૨૩ વારાહી સંહિતામાં દ્વારવેધ બતાવે છે .
रथ्याविद्धं द्वारं नाशाय कुमारदोषदं तरुणा । पंकद्वारे शोको व्ययोऽम्बुनिस्म्राविणि प्रोक्तः।। कूपेनापस्मारो भवति विनाशश्च देवताविद्धे । .
स्तम्भेन स्त्रीदोषाः कुलनाशो ब्रह्मणाभिमुखे ॥" બીજાનાં ઘરમાં જવા માટે રસ્તો પોતાના દરવાજામાં થઈને જતો હોય તો રસ્તાનો વેધ ગણાય, તે વિનાશકારક છે. વૃક્ષનો વેધ હોય તો સંતાનની વૃદ્ધિ ન થાય. કાદવનો વેધ હોય તો શોક થાય. પાણીના પરનાળાનો વેધ હોય તો ધનનો વ્યય થાય કુવાનો વેધ હોય તો અપસ્માર (વાયુ)નો રોગ થાય. શિવ સૂર્ય આદિ દેવતાનો વેધ હોય તો ગૃહસ્વામીનો વિનાશ થાય. સ્તંભનો વેધ હોય તો સ્ત્રીને કષ્ટદાયક થાય. બ્રહ્માની સામે દ્વાર હોય તો કુળનો નાશકારક છે.
इगवेहेण य कलहो कमेण हाणि च जत्थ दो हुंति । तिहु भूआणनिवासो चउहिं खओ पंचहिं मारी ॥१२४॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org