________________
गृहप्रकरणम्
समविसमभूमि कुंभि अ जलपूरं परगिहस्स तलवेहो । कूणसमं जइ कूणं न हवइ ता कूणवेहो अ ||||
ધરની ભૂમિ સમવિષમ ઊંચી નીચી હોય, દ્વારની સામે કુંભી (ધાણી, અરહટ, કોલ્લૂ વિગેરે) હોય, બીજાના ઘરની પાણીની પરનાળ યા રસ્તો હોય તો તલવેધ જાણવો. તથા ઘરના ખૂણા બરાબર ન હોય તો તે કોણવેધ જાણવો ।।૧૧૭।
इक्कखणे नीचुच्चं पीढं तं मुणह तालुयावेहं ।
बारस्सुवरिमपट्टे गब्भे पीढं च सिरवेहं
[[[[
એકજ ખંડમાં પાટડા ઊંચા નીચા હોય તો તાલુવેધ જાણવો. દ્વારનાં ઉત્તરંગમાં મધ્યભાગે પાટડો આવે તો શિરવેધ જાણવો ૧૧૮।।
गेहस्स मज्झि भाए थंभेगं तं मुणेह उरसल्लां ।
अह अनलो विनलाइ हविज्ज जा थंभवेहो सो ॥ ११९ ॥
(44)
ધરની મધ્યભાગમાં એક થાંભલો હોય, અથવા અગ્નિ ષા જળનું સ્થાન હોય તો તે ધરનું હૃદયશલ્ય જાણવું; તે સ્તમ્ભવેધ કહેવાય.
हिट्ठिमउवरिखणाणं हीणाहियपीढ तं तुलावेहं ।
* पीढा समसंखाओ हवंति जइ तत्थ नहु दोसो ||१२०||
ઘરના નીચેના અને ઉપરના માળમાં પાટડા ન્યૂન યા અધિક હોય તો તુલાવેધ જાણવો. પરતું પાટડાની સંખ્યા બરાબર સમાન હોય તો દોષ નહિ ।।૧૦।
दूम कूव थंभकोण य किलाविद्धे दुवारवेहो य । गेहुच्चबिउणभूमी तं न विरुद्धं बुहा बिंति શાશા
ઘરના દરવાજાની સામે કોઈ વૃક્ષ કુવા સ્તમ્ભ ખૂણો અથવા ખીલી હોય. તો દ્વારવેધ કહેવાય. પરંતુ ઘરની ઊંચાઇથી બમણી જમીન છોડીને ઉપરોક્ત કોઈ પણ વેધ હોય તો તેનો દોષ નથી, એમ પંડિતજનોએ કહ્યું છે ।।૧૨૧।।
* पीढं पीढस्स समं हवइ जत्थ नहु दोषों" इति पाठान्तरे ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org