________________
( ૪ )
वास्तुसारे મેડીવાળું ઘર હોય. તો પહેલા માળના ઉદયથી બીજા માળનો ઉદય બારમો ભાગ કમ કરવો અને ત્રીજા માળનો ઉદય બીજા માળના ઉદયથી બારમો ભાગ કમ રાખવો. એ પ્રમાણે નીચેના માળના ઉદયથી ઉપરના માળનો ઉદય બારમા ભાગે કમ રાખવો. સમરાંગણમાં પણ કહ્યું છે કે.... 'सप्तहस्तो भवेज्ज्येष्ठे मध्यमे षट्करोन्मितः ।
पञ्चहस्तः कनिष्ठे तु विधातव्यस्तथोदयः।।" ઘરનો ઉદય સાત હાથ હોય તો જયેષ્ઠ ઉદય કહેવાય, છ હાથ હોય તો મધ્યમ ઉદય અને પાંચ હાથ હોય તો કનિષ્ઠ જાણવો. ભીંતનું પ્રમાણ બૃહત્સંહિતામાં બતાવે છે કે.....
व्यासात् षोडशभागः सर्वेषां सद्मनां भवति भित्तिः । पक्वेष्टिकाकृतानां दारुकृतानां तु न विकभ्पः।।" ઘરનો જેટલો વિસ્તાર હોય તેના સોળમે ભાગે ભીંત જાડી કરવી. પરંતુ પાકી ઈંટ અથવા લાકડા કે પાષાણની ભીંત હોય તો પોતાની ઈચ્છાનુસાર ભીંત જાડી કરવી. અર્થાત આ નિયમ ફક્ત માટીની ભીંત કરવી હોય ત્યાં લાગુ પડે છે, બાકી ઈટની કે લાકડાંની ભીંત હોય તો તે નિયમ નથી. घरनो आरंभ पहेला क्याथी करवो ते बतावे छे---
मूलाओ आरंभो कीरइ पच्छा कमे कमे कुज्जा ।
सव्वं गणिय विसुद्धं वेहो सव्वत्थ वज्जिज्जा ॥११५।। સર્વ પ્રકારે ભૂમિનાં દોષોને શુદ્ધ કરીને ઘરની મુખ્યશાળાથી કાર્યનો પ્રથમ આરંભ કરવો જોઈએ. તે પછી અનુક્રમે બીજે ૨ ઠેકાણે કામનો આરંભ કરવો. કોઈ જગ્યાએ વેધ આદિ દોષ ન આવે તેમ કરવું, વેધ સર્વથા વર્જનીય છે ૧૧૫ सात प्रकारनां वेध
तलवेह कोणवेहं तालुयवेहं कवालवेहं च ।।
तह थंभ तुलावेहं दुवारवेहं च सत्तमयं ॥ ११६|| તલવેધ, કોણવેધ, તાલુવેધ, કપાલવેધ, રતભવધ, તુલાવેધ અને દ્વારવેધ એ સાત પ્રકારનાં વેધો જાણવાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org