________________
( ૧૨ )
वास्तुसारे પ્રથમ પ્રવેશ કરતી વખતે મુખ્ય ઘરનું દ્વાર જમણી તરફ હોય અર્થાત્ પહેલા ખડકીના બારણે પ્રવેશ કર્યા પછી જમણી તરફ વળીને મુખ્ય ઘરમાં પ્રવેશ થાય, તેને 'પૂર્ણબાહ પ્રવેશ કહે છે. આવા પ્રવેશવાળા ઘરમાં રહેવાવાળા મનુષ્યને પુત્ર, પૌત્ર, ધન, ધાન્ય અને સુખની નિરંતર પ્રાપ્તિ થાય છે.
गृहपृष्ठं समाश्रित्य वास्तुद्वारं यदा भवेत् ।
प्रत्यक्षायस्त्वसौ निन्द्यो वामावर्त्तप्रवेशवत् ॥" મુખ્ય ઘરની પછીત ફરીને મુખ્ય ઘરમાં પ્રવેશ થાય, તે પ્રત્યક્ષાયં અર્થાત્ 'પૃષ્ઠભંગ પ્રવેશ કહેવાય. એવા પ્રવેશવાળા ઘર હનબાહુ પ્રવેશવાળા ઘરની જેમ નિંદનીય છે. घरनी ऊंचाईचें फल
पुव्वुच्चं अत्थहरं दाहिण ऊच्चघरं धणसमिद्धं ।
अवरुच्चं विद्धिकरं उव्वसियं उत्तरा उच्चं ॥११४|| * પૂર્વ દિશામાં ઘર ઊંચુ હોય તો લક્ષ્મીનો વિનાશ થાય. દક્ષિણ દિશામાં ઘર ઊંચુ હોય તો ધનસંપત્તિથી પૂર્ણ રહે. પશ્ચિમ દિશામાં ઘર ઊંચુ હોય તો ધનધાન્યની વૃદ્ધિ કરવાવાળું છે, અને ઉત્તર તરફ ઘર ઊંચુ હોય તો વસતિરહિત ઉજજડ રહે I૧૧૪ ઘરના ઉદયનું પ્રમાણ રાજવલ્લભમાં કહે છે કે -
वेश्मव्यासकलांशके युगगुणैर्हस्तैस्त्रिसाद्धैर्युते, हर्म्यस्य त्रिविधोदयः क्षितितलाद् यावच्च पट्टोर्ध्वकम् । एकैकोऽपि पुनस्त्रिधा निगदितः सर्वे त एकादश, क्षेप्याः षण्नवतौ नखाः शशिकला अष्टादशाद्यास्त्रिधा।। त्रिस्थाने युगपर्वतास्तिथियुता धिष्ण्यैकविंशान्विता,
मध्योऽयं त्रिकरैस्तदंशसहितैः प्रोक्तः कनिष्ठस्त्रिधा ॥" ઘરનો જેટલો વિસ્તાર હોય, તેના સોળમાં ભાગમાં ચાર હાથ વધારી તેટલો ઘરનો ઉદય કરવામાં આવે તો જ્યેષ્ઠમાનનો ઉદય થાય, સાડા ત્રણ હાથ વધારી ઘરનો ઉદય
* અહિં પણ દિશા દ્વારની અપેક્ષા એ જાણવી, અર્થાત દ્વારવાળી પૂર્વદિશા સમજવી.
Jain Education International
Jain Education International
For Private & Personal Use Only
For Private & Personal use only
www.jainelibrary.org