________________
( ૫ )
ધરની ઉંચાઈનાં ત્રણ ભાગ કરીને, તેમાંથી એક ભાગ બાદ કરી બાકી બે ભાગ રહ્યાં, તેટલી દ્વારની ઉંચાઈ કરવી અને ઉંચાઈથી અર્હી પહોળાઇ કરવી. આ બીજો પ્રકાર છે ગૃહપ્રવેશનો શુભાશુભ પ્રકાર સમરાંગણમાં બતાવે છે કે'उत्सङ्गो हीनबाहुश्च पूर्णवाहुस्तथापरः । प्रत्यक्षायश्चतुर्थश्च निवेशः परिकीर्तितः ॥
ઘરમાં પ્રવેશ કરવાને માટે પહેલો ‘ઉત્સંગ' નામનો પ્રવેશ, બીજો હીનબાહુ અર્થાત્ સ' નામનો પ્રવેશ, ત્રીજો પૂર્ણબાહુ' અર્થાત્ ‘અપસવ્ય' નામનો પ્રવેશ અને ચોથો 'પ્રત્યક્ષાય' અર્થાત્ 'પૃષ્ઠભંગ' નામનો પ્રવેશ, એ ચાર પ્રકારનો પ્રવેશ માનવામાં આવે છે. તેનું શુભાશુભ લક્ષણ નીચે બતાવે છે.
उत्सङ्ग एकदिक्काभ्यां द्वाराभ्यां वास्तुवेश्मनोः सौभाग्यप्रजावृद्धि - धनधान्यजयप्रदः।।"
મુખ્ય ઘરનું દ્વાર અને પ્રથમ પ્રવેશ દ્વાર અર્થાત્ ખડકીનું દ્વાર એકજ દિશામાં હોય, તેને ‘ઉત્સંગ' નામનો પ્રવેશ કહે છે. આ પ્રકારનો પ્રવેશ સૌભાગ્યકારક, સંતાનની વૃદ્ધિકારક, ધન ધાન્ય દેવાવાળો અને વિજય કરવાવાળો છે.
-
*
स
“यत्र प्रवेशतो वास्तु - गृहं भवति वामतः ।
तद्धीनबाहुकं वास्तु निन्दितं वास्तुचिन्तकैः॥
तस्मिन् वसन्नल्पवित्तः स्वल्पमित्रोऽल्पबान्धवः ।
स्त्रीजितश्च भवेन्नित्यं विविधव्याधिपीडितः।।”
જે મુખ્ય ઘરનું દ્વાર પ્રવેશ કરતી વખતે ડાબી તરફ હોય અર્થાત્ પ્રથમ ખડકીના દ્વારે પ્રવેશ કર્યા પછી ડાબી તરફ વળીને મુખ્ય ધરમાં પ્રવેશ થાય, તેને હીનબાહુ પ્રવેશ કહે છે. આ પ્રકારના પ્રવેશને વાસ્તુશાસ્ત્રના વિદ્રાનો નિંદિત કહે છે. આ પ્રકારના પ્રવેશવાળા ઘરમાં રહેવાવાળા મનુષ્ય થોડા ધનવાળા થોડા મિત્રવાળા, સ્ત્રીને આધીન રહેવાવાળા, અને અનેક પ્રકારની વ્યાધિઓથી પીડિત હોય છે. "वास्तुप्रवेशतो यत्तु गृहं दक्षिणतो भवेत् । प्रदक्षिणप्रवेशत्वात् तद् विद्यात् पूर्णबाहुकम्॥ तत्र पुत्रांश्च पौत्रांश्च धनधान्यसुखानि च । प्राप्तुवन्ति नरा नित्यं वसन्तो वास्तुनि ध्रुवम्।। "
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org