________________
( ૧૦ )
वास्तुसारे દરવાજાથી ઘરમાં પ્રવેશ કરવા માટે સૃષ્ટિમાર્ગે અર્થાત જમણી તરફથી પ્રવેશ થાય, તે પ્રમાણે પગથીયાં કરવાં જોઈએ. * પદસ્થાન (પગથીયાં), જલ કુંભ, રસોડું અને આસન આદિ સુર મુખ કરવાં ૧૧૨ાા
सगडमुहा वरगेहा कायव्वा तह य हट्ट वग्घमूहा ।
बाराउ गिहकमुच्चा हट्टच्चा पुरउ मज्झ समा ॥११३।। જેમ ગાડીનો ભાગ આગળ સાંકડો અને પાછળ વિશાળ હોય છે, તેમ ઘર દ્વારા આગળ સાંકડું અને પાછળ વિશાળ બનાવવું, અને હાટ (દુકાન) વાઘના મુખ જેવા વિશાળ કરવા અર્થત દુકાનના આગળનો ભાગ વિશાળ કરવો દરવાજાની પાછળ ઘર ઉંચું કરવું, અને દુકાન આગળના ભાગમાં ઉંચી અને મધ્યમાં સમાન હોવી જોઈયે ૧૧૩ . દ્વારનો ઉદય અને વિસ્તારનું માન રાજવલ્લભમાં બતાવે છે કે'षष्ष्ठया वाथ शतार्द्धसप्ततियुतै-र्व्यासस्य हस्तांगुलैः, द्वारस्योदयको भवेच्च भवने मध्यकनिष्ठोत्तमौ । दैाद्धेन च विस्तरः शशिकलाभागोधिकः शस्यते, दैर्ध्यात् त्र्यंशविहीनमर्द्धरहितं मध्यं कनिष्ठं क्रमात्।।" ઘરની પહોળાઈ જેટલા હાથની હોય, તેટલાં જ આંગળોમાં સાઠ આંગળ મેળવી દેવાથી જે સંખ્યા થાય એટલીજ દ્વારની ઉચાઈ કરવી તે મધ્યમ માન, પચાસ આગળ મેળવીને ઉચાઈ કરવામાં આવે તે કનિષ્ઠ માન અને સિત્તેર આગળ મેળવીને ઉચાઈ કરવામાં આવે તે જ્યેષ્ઠમાનની ઉચાઈ જાણવી.
દ્વારની ઉંચાઈ જેટલાં આંગળની હોય તેનાં અર્ધ્વ ભાગમાં ઉચાઈનો સોળમો ભાગ મેળવી ને દ્વારનો વિસ્તાર કરવો તે ઉત્તમ છે. દ્વારની ઉંચાઈનાં ત્રણ ભાગ કરી, તેમાંથી એક ભાગ બાદ કરી, શેષ બે ભાગ પ્રમાણે વિસ્તાર કરવો તે મધ્યમ છે, અને દ્વારની ઉચાઇની અદ્ધ ભાગ પ્રમાણે વિસ્તાર કરવો તે કનિષ્ઠ છે. દ્વારના ઉદયનો બીજો મત
गृहोत्सेधेन वा त्र्यंश-हीनेन स्यात् समुछितिः । तदर्द्धन तु विस्तारो द्वारस्येत्यपरो विधिः।।" * ઉત્તરાદ્ધ વિચારણીય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org