________________
गृहप्रकरणम्
धूमं रसोइठाणे तहेव गेहेसु वण्हिजीवाणं ।
रासहु विसाणगिहे धय-गय- सीहाउ रायहरे ॥५७॥
રસોઈ કરવાના રસોડામાં તથા અગ્નિ વડે આજીવિકા કરવાવાળાના ધરમાં ધૂમ્ર આય આપવો. વેશ્યાના ધરમાં ખર આય આપવો. રાજમહેલમાં ધ્વજ ગજ અને સિંહ આય આપવાં. ॥૫૭ના
घरनां नक्षत्रनी समजण
दीहं वित्थरगुणियं जं जायइ मूलरासि तं नेयं ।
अट्ठ गुणं उडुभत्तं गिहनक्खत्तं हवइ सेसं પા
ઘર કરવાની ભૂમિની લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરવો. જે ગુણનફ્લ આવે તે ઘરનું ક્ષેત્રફળ જાણવું. પછી ક્ષેત્રફળને આઠે ગુણીને સત્તાવીસથી ભાગદેવો, જે શેષ બચે તે ઘરનું નક્ષત્ર જાણવું ૫૫૮॥
घरना राशिनी समजण
गिहरिक्खं चउगुणिअं नवभत्तं लद्ध भुत्तरासीओ
गिहरासि सामिरासी सड ट्ठ दु दुवालसं असुहं ॥५९॥
( ૨૧ )
ઘરનાં નક્ષત્રને ચારથી ગુણીને નવથી ભાગો, જે લબ્ધિ આવે તે ધરની ભુક્ત રાશિ સમઝવી. આ ઘરની રાશિ અને ઘરના સ્વામીની રાશિ પરસ્પર છઠ્ઠી અને આઠમી હોય અથવા બીજી અને બારમી હોય તો અશુભ સમજવી ૫૯।।
વાસ્તુશાસ્ત્રમાં રાશિનું જ્ઞાન આ પ્રમાણે કહે છે
"अश्विन्यादित्रयं मेषे सिंहे प्रोक्तं मघात्रयम् ।
Jain Education International
मूलादित्रितयं चापे शेषभेषु द्वयं द्वयम् ॥"
અશ્વિની આદિ ત્રણ નક્ષત્ર મેષ રાશિનાં, મઘા આદિ ત્રણનક્ષત્ર સિંહ રાશિનાં, અને મૂલ આદિ ત્રણ નક્ષત્ર ધન રાશિનાં છે. બાકીની નવરાશિઓનાં બે બે નક્ષત્ર છે. વાસ્તુશાસ્ત્રમાં નક્ષત્રમાં ચરણ ભેદ વડે રાશિ માનેલ નથી. વિશેષ ખુલાસો નીચેના ગૃહરાશિ યંત્રમાં જુઓ.
For Private & Personal Use Only
www.jainelibrary.org