________________
( ૨૮ )
वास्तुसारे ધ્વજ આય, ગજ આયના સ્થાનમાં ધ્વજ અને સિંહ આ બેમાંથી કોઈ એક, વૃષ આયના સ્થાનમાં ધ્વજ સિંહ અને ગજ આ ત્રણમાંથી કોઈ આય આપી શકાય. સારાંશ એવો છે કે સિંહ આય જે ઠેકાણે આપવાનો હોય, તે સ્થાનમાં સિંહ આય ન મળે તો ધ્વજ આય આપી શકાય. આ પ્રમાણે એક આયના અભાવમાં બીજો આય ઉપર કહ્યા પ્રમાણે આપી શકાય. પરંતુ વૃષ આય, વૃષ આયને ઠેકાણે આપવો, બીજા આયનાં સ્થાનમાં વૃષ આય દેવો નહિ. कये २ ठेकाणे कयो २ आय आपवो ते बतावे छे
विप्पे धयाउ दिज्जा खित्ते सीहाउ वइसि वसहाओ ।
सुद्दे अ कुंजराओ धंखाउ मुणीण नायव्वं ॥५३॥ બ્રાહ્મણના ઘરમાં ધ્વજ આય, ક્ષત્રિયના ઘરમાં સિંહ આય, વૈશ્યના ઘરમાં વૃષ આય, શૂદ્રના ઘરમાં ગજ આય અને મુનિ(સંન્યાસી)ના આશ્રમમાં ધ્રાંત ઓય આપવો પડી
धय-गय-सीहं दिज्जा संते ठाणे धओ अ सव्वत्थ ।
गय-पंचाणण-वसहा खेडय तह कव्वडाईसु ॥५४|| ધ્વજ ગજ અને સિંહ આ ત્રણે આ ઉત્તમ ટેકાણે, ધ્વજ આપ સર્વે ઠેકાણે, ગજ સિંહ અને વૃષ આય આ ત્રણે આય નગર ગામ કિલ્લા આદિ ઠેકાણે આપવો પઝા
वावी-कूव-तडागे सयणे अ गओ अ आसणे सीहो ।
वसहो भोअणपत्ते छत्तालंबे धओ सिट्ठो ॥५५|| વાવ, કૂવા, તળાવ અને શવ્યા (પલંગ વગેરે) એ ઠેકાણે ગજ આય આપવો શ્રેષ્ઠ છે. સિંહાસનાદિ આસનમાં સિંહ આય શ્રેષ્ઠ છે. ભોજન કરવાના પાત્રમાં વૃષ આય શ્રેષ્ઠ છે. તથા છત્ર ચામર આદિમાં ધ્વજ આય શ્રેષ્ઠ છે ૫પા
विस-कुंजर-सीहाया नयरे पासाय-सव्वगेहेसु ।
साणं मिच्छाईसुं धंखं कारु अगिहाईसु ॥५६ ॥ વૃષ ગજ અને સિંહ એ ત્રણ આય નગર, પ્રાસાદ (રાજમહેલ યા દેવમંદિર) અને દરેક ઘર એ ઠેકાણે આપવાં. શ્વાન આય પ્લેચ્છ આદિનાં ઘરોમાં, તથા ધ્વાસ આય સંન્યાસીઓનાં મઠ ઉપાશ્રય આદિ ઠેકાણે આપવો. પદો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org