________________
( ૬ )
वास्तुसारे દેવતા વિષ્ણુ છે. આમાંથી કોઈ પણ દેવ શિલ્પીના હાથથી ગજ ઉપાડતી વખતે દેખાય તો અનેક પ્રકારનાં અશુભ ફલને આપે છે, તે માટે નવીન ધર આદિનો આરંભ કરતી વખતે ગજને બે કૂલોના મધ્ય ભાગથી ઉપાડવો જોઈએ. ગજ ઉપાડતી વખતે જે હાથથી પડી જાય તો કાર્યમાં વિઘ્ન આવે.
ગજને રુદ્ર અને વાયુ દેવના મધ્યભાગથી ઉપાડે તો ધનની પ્રાપ્તિ અને કાર્યની સિદ્ધિ થાય. વાયુ અને વિશ્વકર્મા દેવને મધ્ય ભાગથી ઉપાડે તો ઈચ્છિત ફલની પ્રાપ્તિ થાય. વિશ્વકર્મા અને અગ્નિ દેવના મધ્ય ભાગથી ઉપાડે તે કામ સારી રીતે પૂર્ણ થાય. અગ્નિ અને બ્રહ્મા દેવના મધ્ય ભાગથી ઉપાડે તો પુત્રની પ્રાપ્તિ અને કાર્યની સિદ્ધિ થાય. બ્રહ્મા અને યમ દેવના મધ્ય ભાગથી ઉપાડે તો શિલ્પીનો વિનાશ થાય. યમ અને વરુણ દેવના મધ્ય ભાગથી ઉપાડે તો મધ્યમ ફલદાયક જાણવું. વરુણ અને સોમ દેવના મધ્ય ભાગથી ઉપાડે તો મધ્યમ ફલ જાણવું. સોમ અને વિષ્ણુના મધ્ય ભાગથી ઉપાડે તો અનેક પ્રકારની સુખ સમૃદ્ધિ થાય. , शिल्पीना आठ प्रकारना सूत्र
*सूत्राष्टकं द्दष्टिनृहस्तमौज्जं, कार्पासकं स्यादवलम्बसज्ञम् ।
काष्ठं च सृष्टयाख्यमतो विलेख्य-मित्यष्टसूत्राणि वदन्ति तज्झाः સૂત્રના જાણવાવાળા સૂત્રધારોએ આઠ પ્રકારના સૂત્રો કહ્યા છે. પ્રથમ દૃષ્ટિ (આંખ) સૂત્ર ૧, બીજો ગજ ર, ત્રીજી મુંજની દોરી ૩, ચોથો સૂત્રનો દોરો ૪, પાંચમો અવલંબ (ઓળંબો) ૫, છઠ્ઠો કાટખૂણો ૬, સાતમો સાધણી રિવલ) ૭, અને આઠમો વિલેખ એટલે પ્રકાર ૮, આ આઠ પ્રકારના સૂત્ર શિલ્પીનાં છે. - घर आदिना आय लाववानी रीत
गिहसामिणो करेणं भित्तिविणा मिणसु वित्थरं दीहं ।
गुणि अद्वेहिं विहत्तं सेस धयाई भवे आया ॥५१|| પાયાના ઓસારની ભૂમિને છોડીને બાકી રહેલ ઓસારના મધ્ય ભાગની ભૂમિની લંબાઈ અને પહોળાઈ જેટલા ગજની હોય, તે ગૃહ સ્વામીના હાથ વડે માપીને બન્નેનો ગુણાકાર કરવો. જે ગુણાકાર આવે તે ક્ષેત્રફળ સમજવું. ક્ષેત્રફળને આઠે ભાંગતાં જે શેષ વધે તે ધ્વજ આદિ આય સમજવાં પલા રાજવલ્લભમાં કહે છે કે...
“मध्ये पर्यङ्कासने मंदिरे च, देवागारे मण्डपे भित्तिबाह्ये ।"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org