________________
प्रतिष्ठादिक ना मुहूर्त
सौम्यैर्देवाः स्थाप्याः क्रूरैर्गन्धर्वयक्षरक्षांसि ।
गणपतिगणांश्च नियतं कुर्यात् साधारणे लग्ने ॥७५॥
શુભ ગ્રહોના લગ્નમાં દેવોની પ્રતિષ્ઠા કરવી અને ક્રૂરગ્રહોના લગ્નમાં ગંધર્વ, યક્ષ અને રાક્ષસોની સ્થાપના કરવી, તથા ગણપતિ અને ગણોની સ્થાપના સાધારણ લગ્નમાં કરવી ૭૫॥
श्रीलल्लाचार्य कहे छे के
-
લગ્નમાં ગ્રહોની હોરા અને નવમાંશ આદિનું બળ જોવાય છે, તે જાણવા માટે પ્રસંગોપાત્ત લખું છું. આરંભસિદ્ધિ વાર્તિકમાં લખે છે કે તિથિ આદિના બળથી ચંદ્રમાનું બળ એકસો ગણુ વધારે છે. ચંદ્રમાથી લગ્નનું બળ હજાર ગણુ છે અને લગ્નથી હોરા આદિ ષડવર્ગનું બળ એક એકથી પાંચ પાંચ ગણું અધિક બળવાન છે होरा अने द्रेष्काणनुं स्वरूप
होरा राश्यर्द्धमोजर्क्षेऽर्केन्द्वोरिन्द्वर्कयोः समे ।
द्रेष्काणा भे त्रयस्तु स्व - पञ्चम - त्रित्रिकोणपाः
||૬||
રાશિના અર્ધભાગને હોરા કહે છે, તેથી પ્રત્યેક રાશિની બે બે હોરા થાય છે. મેષ આદિ વિષમ રાશિની પ્રથમ હોરા સૂર્યની અને બીજી હોરા ચંદ્રમાની છે. વૃષ આદિ સમ રાશિની પ્રથમ હોરા ચંદ્રમાની અને બીજી હોરા સૂર્યની છે. પ્રત્યેક રાશિના ત્રણ ત્રણ દ્વેષ્કાણ છે. તેમાં પોતાની રાશિનો જે સ્વામી હોય તે પ્રથમ ટ્રેષ્કાણનો સ્વામી છે. પોતાની રાશિથી પાંચમી રાશિનો જે સ્વામી હોય તે બીજા દ્વેષ્કાણનો સ્વામી છે. અને પોતાની રાશિથી નવમી રાશિનો જે સ્વામી હોય તે ત્રીજા દ્વેષ્કાણનો સ્વામી છે ॥૬॥ नवमांशनुं स्वरूप
-
-
नवांशः स्युरजादीना-मजैणतुलकर्कतः । वर्गोत्तमाश्चरादौ ते प्रथमः पञ्चमोऽन्तिमः
Jain Education International
( ૨૨૭ )
||૭||
પ્રત્યેક રાશિના નવ નવ નવમાંશ છે. મેષ રાશિનો પહેલો નવમાંશ મેષનો, બીજો વૃષનો, ત્રીજો મિથુનનો, ચોથો કર્મનો, પાંચમો સિંહનો, છઠ્ઠો કન્યાનો, સાતમો તુલાનો, આઠમો વૃશ્ચિકનો અને નવમો ધનનો છે. આ પ્રમાણે વૃષ રાશિનો પ્રથમ નવમાંશ મકરનો, મિથુન રાશિનો પહેલો નવમાંશ તુલાનો અને કર્ક રાશિનો પહેલો નવમાંશ કર્કનો છે. એવં સિંહ અને ધન રાશિના નવમાંશ મેષરાશિના નવમાંશની માર્ક, કન્યા અને મકર રાશિના નવમાંશ વૃદ્ધના નવમાંશની માફક, તુલા અને કુંભના
For Private & Personal Use Only
www.jainelibrary.org